વિવાદ / અમેરિકાની 600 કંપનીઓએ ટ્રમ્પને કહ્યું- ચીન સાથે ટ્રેડ વૉર બંધ કરો નહીંતર USનું અર્થતંત્ર ખાડે જશે

Walmart and hundreds of other companies call on Trump to drop China tariffs
X
Walmart and hundreds of other companies call on Trump to drop China tariffs

  • વૉલમાર્ટ જેવી મોટી કંપનીઓ અને અમેરિકાના ઉદ્યોગ સંગઠનોએ ટ્રમ્પને ચિઠ્ઠી લખી
  • કહ્યું- ઇમ્પોર્ટ ટેક્સ હજી વધ્યો તો ચીનથી આવનારા કપડાં 5% અને જૂતા 8% મોંઘા થશે
  • ટ્રેડ વૉરથી બંને દેશોને નુકસાન, લોકોની નોકરીઓ જશે, ગ્રાહકોને અસર પડશે

Divyabhaskar.com

Jun 14, 2019, 04:14 PM IST

વૉશિંગ્ટન: વૉલમાર્ટ સહિત 600થી વધુ અમેરિકન કંપનીઓએ ગુરૂવારે (13 જૂન) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે ચીન પર વધુ ઇમ્પોર્ટ ટેક્સ લગાવવાથી અમેરિકાના અર્થતંત્રને નુકસાન થશે. આનાથી લોકોની નોકરીઓ જશે અને હજારો ગ્રાહકોને અસર પડશે. અમેરિકન મીડિયા મુજબ, રિટેલ, મેન્યુફેક્ચર અને ટેક સેક્ટરની કંપનીઓ સહિત અમેરિકાના ઉદ્યોગ સંગઠનોએ ટ્રમ્પને ચિઠ્ઠી લખી ચીન સાથે ટ્રેડ વૉર ખતમ કરવાની માગ કરી છે.

અમેરિકા વધારાના 300 અબજ ડૉલરના ઇમ્પોર્ટ પર ટેક્સ વધારવાની ધમકી આપી ચૂક્યું છે

યુએસની કંપનીઓનું કહેવું છે કે વધારાનો ઇમ્પોર્ટ ટેક્સ લગાવવાથી અમેરિકાના બિઝનેસ, ખેડૂતો અને સામાન્ય લોકો પર લાંબાગાળે નકારાત્મક અસર કરશે. ટ્રેડ વૉરથી બંને દેશોને નુકસાન થશે.

ગયા મહિને અમેરિકાએ 200 અબજ ડૉલરની ચાઇનીઝ ઇમ્પોર્ટ પર ટેક્સ 10%થી વધારીને 25% કરી નાખ્યો હતો. જે પ્રોડક્ટ પર ટેક્સ વધ્યો તેમાં લગેજ, મેટ્રેસ, હેન્ડબેગ, સાઇકલ, વેક્યૂમ ક્લિનર વગેરે વસ્તુઓ સામેલ છે. ટ્રમ્પે વધારાની 300 અબજ ડૉલરની આયાત પર પણ ટેક્સ લગાડવાની ધમકી આપી છે. જેમાં રમકડાં, કપડાં, જૂતા વગેરે વસ્તુઓ સામેલ છે.

અમેરિકન કંપનીઓનું કહેવું છે કે ચીનથી આવનારી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ટેરિફ ચીને નહીં પરંતુ તેમણે ચૂકવવાનો રહે છે. તેમાં વધારો થતાં તેમજ અમેરિકા-ચીન વચ્ચે વેપાર-વાર્તાને લઈને અનિશ્ચિતતાના કારણે બજારમાં અફરાતફરીનો માહોલ છે. જેનાથી આપણો ઇકોનૉમિક ગ્રોથ ખતરામાં છે.

કંપનીઓએ એક રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે વધારાના 300 અબજ ડૉલરના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર 25% ટેક્સ લાગે તો ચાર સભ્યોવાળા અમેરિકાના પરિવારનો સરેરાશ માસિક ખર્ચ 2000 ડૉલર વધી જશે.

ટેરિફ વધવાથી ચાઇનીઝ પ્રોડક્ટનો ભાવ ઓછો રાખવા માટે કેટલીક અમેરિકન રિટેલ કંપનીઓ ચીનથી બહાર પ્રોડક્શન કરવાની ડીલ પણ કરી શકે છે.

ઉદ્યોગ સંગઠનો સાથે કામ કરનારી કન્સલ્ટિંગ ફર્મ ટ્રેડ પાર્ટનરશિપનું અનુમાન છે કે કપડાં બનાવનારી કંપનીઓ ચીનની બહાર પ્રોડક્શન કરી એક્સપોર્ટ કરે તો પણ અમેરિકામાં કપડાં 5% મોંઘા રહેશે.

ટેરિફ વધવાથી જૂતા 8% અને રમકડાં 16% મોંઘા થઈ જશે. ચીન જ અમેરિકામાં આ બંને વસ્તુઓનું સૌથી મોટું સપ્લાયર છે. નાઈકી, એડિડાસ અને અંડર આર્મર જેવી કંપનીઓએ મે મહિનામાં ચેતવણી આપી હતી ચીનથી આયાત થનારા જૂતો પર 25% ટેરિફ લાગૂ થશે તો ગ્રાહકને મોટી મુશ્કેલી આવશે.

રિપોર્ટ મુજબ ઇમ્પોર્ટ ટેક્સ વધવાથી ઘરેલૂ ઉપકરણોની કિંમતો 3% વધી જશે. પ્રવાસ સાથે જોડાયેલો સામાન 10% મોંઘો થશે. નેશનલ રિટેલ ફેડરેશનના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ ડેવિડ ફ્રેન્ચનું કહેવું છે કે નવા ટેરિફ લગાવવાથી ટ્રમ્પની વૉટ બેંક પણ પ્રભાવિત થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી