સોશિયલ મીડિયા / ગેલની સાથેનો ફોટો શેર થયા બાદ માલ્યા ટ્રોલ થયો, યુઝર્સને કહ્યું- બેંકોને જણાવો પોતાના પૈસા પરત લઈ લે

Mallya trolls on photos with Gale, told users - tell the banks to withdraw their money

  • ક્રિકેટર ક્રિસ ગેલે ફોટ શેર કરતાં લખ્યું- બિગ બોસની મળવાનો અનુભવ સારો રહ્યો
  • એક યુઝરે લખ્યું- માલ્યા મોટા દેશભક્ત, તેઓ માત્ર ભારતીયો પાસેથી ચોરી કરે છે

Divyabhaskar.com

Jul 14, 2019, 04:52 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય બેંકના 9 હજાર કરોડના રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલાના આરોપી વિજય માલ્યાએ ક્રિકેટર ક્રિસ ગેલની સાથેનો ફોટો શેર કર્યો છે. જે બાદ માલ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. ગેલે શનિવારે તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં માલ્યાને ચોર ગણાવ્યો. માલ્યાએ જવાબમાં લખ્યું, "હું પૈસા પરત આપવાની વાત કરી ચુક્યો છું. ભારતીય બેંકોને કહો તેઓ પોતાના પૈસા પરત લઈ લે."
આ ફોટો ફોર્મૂલા-1 બ્રિટિશ ગ્રાંડ પ્રિક્સ 2019ના વેન્યૂમાં લેવામાં આવી હતી. વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલે ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે બિગ બોસની સાથે મળવાનો એક સારો અનુભવ રહ્યો. માલ્યાની આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ છે. ક્રિસ ગેલ આ ટીમનો જ સભ્ય છે.

'બેંકને કહો કે તેઓ પોતાના 100% પૈસા પરત લઈ લે': એક યુઝરે લખ્યું, 'માલ્યા ઘણો મોટો દેશભક્ત છે. તે માત્ર ભારતીયો પાસેથી જ ચોરી કરે છે.' માલ્યાએ જવાબ આપતાં લખ્યું કે, 'પ્લીઝ, મને ચોર કહેતા પહેલાં પોતાની પાસેની માહિતીને યોગ્યકરો. તે બધાં જ હારી ગયેલાં લોકો મને ચોર કહે છે, તમારી બેંકને પૂછો કે તેઓ 100 ટકા રકમ કેમ પરત નથી લઈ રહ્યાં, જેને હું એક વર્ષથી ઓફર કરી રહ્યો છું. આ બધાં પછી નિર્ણય કરો કે ચોર કોણ છે?'

માલ્યા ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર થયો છેઃ માલ્યા પર ભારતીય બેંકના 9000 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. મુંબઈની વિશેષ અદાલતે તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે. EDએ તેની સંપત્તિઓ એટેચ કરી છે.
માર્ચ 2016માં માલ્યા લંડન ભાગી ગયો હતો. ત્યાંની વેસ્ટમિંસ્ટર કોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે નિર્ણય આપ્યો હતો. યુકેના ગૃહ સચિવ સાજિદ જાવેદે પણ મંજૂરી આપી હતી. માલ્યાએ નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

X
Mallya trolls on photos with Gale, told users - tell the banks to withdraw their money
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી