અમેરિકા / ડેમોક્રેટ સાંસદોનો ભારત-પાકમાં રાજદૂતોને પત્ર, કહ્યું- બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરો

US lawmakers concerned about India Pakistan tensions

  • સાંસદોએ કહ્યું- બંને દેશો વચ્ચેનો તણાવ વૈશ્વિક શાંતિ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ
  • અમે બંને દેશોની સરકાર સાથે અમારા સંબંધોનો લાભ ઉઠાવીને સ્થિતિ સારી કરીશું

Divyabhaskar.com

Sep 14, 2019, 02:51 PM IST

વોશિંગ્ટન: અમેરિકન સાંસદોના ગ્રૂપે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકન રાજદૂતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ થયા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.

ડેમોક્રેટ સાંસદોએ શુક્રવારે ભારતમાં અમેરિક રાજદૂત કેનેથ જસ્ટર અને પાકિસ્તાનમાં રાજદૂત પોલ ડબ્લ્યૂ જોન્સને આ વિશે પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે અમેરિકન સાંસદોએ કહ્યું છે કે, આ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા નહીં થઈ શકે. આ વૈશ્વિસ શાંતિ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે.

બંને દેશો અમારા માટે મહત્વપૂર્ણ સહયોગી
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને ભારત બંને અમેરિકા માટે મહત્વના સહયોગી છે. અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સાથે જ આ વિસ્તારમાં તણાવ ઓછો થવો અમારા હિત માટે આવશ્યક છે. એ ખૂબ જરૂરી છે કે આપણે તેમની (ભારત-પાક) સરકાર સાથે આપણાં સંબંધોનો લાભ ઉઠાવીને આ સ્થિતિને સારી કરીએ.

પત્ર પર હસ્તાક્ષર રપનાર સાંસદોમાં ઈલ્હાન ઉમર, રાઉલ અમ ગ્રિઝલ્વા, એન્ડી લેવિન, જેમ્સ પી મેક્વર્ન, ટેડ લિયુ અને એલન લોવેનથાલ છે. આ દરેક ડેમોક્રેટ્સ છે.

પાકિસ્તાને આતંકવાદનું સમર્થન ન કરવું જોઈએ
ગુરુવારે ચાર અમેરિકન સાંસદોએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં અપીલ કરી હતી કે ભારત જમ્મુ-કાશ્મીરમાં ટેલિફોન વ્યવસ્થા યોગ્ય કરે અને અટકાયતમાં લેવામાં આવેલા નેતાઓને છોડી દે. તે ઉપરાંત કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદનું સમર્થન ન કરવું જોઈએ અને કાશ્મીરની સ્થિતિને અસ્થિર કરે તેવું કોઈ પગલું ન લેવુ જોઈએ.

ટ્રમ્પે ચોથીવાર મદદ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો
આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલાં કરતા ઓછો થયો છે. તે સાથે જ તેમણે ચોથી વખત બંને દેશોની મદદ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, મારા બંને દેશો સાથે સારા સંબંધ. હું તેમની મદદ કરવા માંગુ છું અને આ વાત તેઓ જાણે છે.

X
US lawmakers concerned about India Pakistan tensions
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી