ક્રાઇમ / અમેરિકા: ન્યૂયોર્કના ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 5 ઘાયલ, હજુ સુધી કોઇ ધરપકડ નહીં

Divyabhaskar.com

Oct 12, 2019, 08:29 PM IST

ન્યૂયોર્ક: અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બ્રુકલીનના એક ક્લબમાં ફાયરિંગની ઘટનાથી ચાર લોકોનું મોત થયું હતું જ્યારે પાંચ ઘાયલ છે. આ ઘટના ટ્રિપલ એ એસીઝ સોશિયલ ક્લબમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો. ગોળીબારના લીધે અહીં છ પુરુષ અને એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતાં. તેમાંથી ચારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક મહિલા અને બે પુરુષને પણ ગોળી વાગી હતી પરંતુ ગંભીર ઇજા ન હોવાથી તેઓ બચી ગયા છે. તેમના સિવાય બે અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટના બાદ મેડિકલ ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઘાયલોને કિંગ્સ કાઉન્ટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તે સિવાય અન્ય લોકોને બ્રુકડેલ મેડિકલ સેન્ટર પર સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કોઇ પણ ઘરપકડ થઇ નથી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકોએ આવીને ફાયરિંગ કર્યું છે. ત્યાં ઉપસ્થિત ઘણા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટનાથી આસપાસના લોકોમાં દહેશત પ્રસરી ગઇ હતી. આ ક્લબમાં લોકો ભેગા થઇને સારો સમય પસાર કરવા આવે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી