અનુચ્છેદ 370 / કાશ્મીર મુદ્દે ચર્ચા માટે ચીનની ઔપચારિક અપીલ પછી સંયુક્ત રાષ્ટ્રમાં આજે ગુપ્ત બેઠક

UNSC hold a closed consultation session on removal of article 370 from Jammu and Kashmir

  • કાશ્મીર મુદ્દાને દુનિયાની સામે ઉઠાવવા માટે પાક વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો
  • ચીને પાકિસ્તાનનું સમર્થન કરીને યુએનએસસીને બંધ બારણે બેઠક બોલાવવાની અપીલ કરી

Divyabhaskar.com

Aug 16, 2019, 09:37 AM IST

ન્યૂયોર્ક: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કરવાના ભારતના નિર્ણય વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં આજે ચર્ચા થવાની શક્યતા છે. યુએનએસસીના અધ્યક્ષ જોઆના રોનેકાએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પરત લીધા પછી ચીને આ સત્ર બોલાવવા માટે ઔપચારિક અરજી કરી છે. ચીન સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે.

રોનેકાએ જણાવ્યું કે, જો પરિષદમા દરેક સભ્ય હાજર રહેશે તો શુક્રવારે એટલે કે 16 ઓગસ્ટે આ સત્ર બોલાવામાં આવી શેક છે. આ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ યુએનને પત્ર લખીને ભારતે કાશ્મીર વિશે લીધેલા નિર્ણય પર તાત્કાલિક સત્ર બોલાવવાની અપીલ કરી હતી. ચીને પાકિસ્તાનનો સાથે આપીને આ મામલે ગુપ્ત બેઠક કરવાની વાત કરી હતી.

ભારતના નિર્ણયને બંધારણીય ગણાવી ચૂક્યું છે રશિયા
ચીનની યાત્રા પરથી પરત ફર્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું હતું કે, ચીની વિદેશ મંત્રી વાંગ યીએ યુએનએસસીમાં સંપૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ દર્શાવ્યો છે.બીજી બાજુ પરિષદના વધુ એક સ્થાયી સભ્ય રશિયાએ ભારતના નિર્ણયને બંધારણીય ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, કાશ્મીર એક દ્વીપક્ષીય મુદ્દો છે અને તેનો ઉકેલ તે રીતે જ લાવવો જોઈએ. સંયુક્ત અરબ અમીરાતે પણ આને ભારતનો અંગત મુદ્દો ગણાવ્યો છે.

કોઈ પણ આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન નથી કર્યું: ભારત
પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને દરેક આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓ આ મામલે વિશ્વ સમુદાયને સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે, અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણયથી સ્થાનિક સહિત આંતરરાષ્ટ્રીય શાંતિનું જોખમ ઉભુ થાય છે. જોકે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, આ તેમનો અંગત મુદ્દો છે અને તેમણે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યું નથી.

ભારત સાથે વાતચીતમાં મોદી સૌથી મોટા અવરોધ- કુરેશી

કુરેશીએ ગુરુવારના કહ્યું- મોદીએ ચૂંટણી જીતવા માટે કાશ્મીરને દાવ પર લગાવી દીધું છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી જીતવા માટે મોદીએ તણાવ બહુ વધાર્યો છે. યૂએનએસસીમાં શુક્રવારે કાશ્મીર મામલે સંબોધન વિશે કુરેશીએ કહ્યું કે આ પાકિસ્તાન માટે ખૂબ મોટી કૂટનીતિક સફળતા છે. પાંચ દાયકા બાદ યૂએનએસસીમાં કાશ્મીર મુદ્દા પર વાતચીત થશે. ભારત તેનાથી અસહજ છે અને હવે કાશ્મીર મામલા પર યૂએનએસસીની બેઠકનો વિરોધ કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટો અવરોધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.

આશા છે કે રશિયા અમારા વિચારોનું સમર્થન કરશે- કુરેશી

કુરેશીએ જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં કહ્યું કે રશિયા અમારા વલણથી વાકેફ છે. રશિયાના વિદેશ મંત્રી સરગેઇ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન મેં કાશ્મીર વિશે પાકિસ્તાનનું વલણ રાખ્યું છે. આશા છે કે સુરક્ષા પરિષદમાં રશિયા આપણા વિચારોનું સમર્થન કરશે.

'કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે'

કુરેશીએ કહ્યું- આપણું કામ સુરક્ષા પરિષદની બેઠકમાં પૂરી કુશળતા સાથે પોતાનો પક્ષ રાખવાનું છે. તેમણે ઇસ્લામિક સહયોગ સંગઠન(ઓઆઇસી)ના નેતાઓને અપીલ કરી છે કે આ સંબંધમાં તે પોતાની ભૂમિકા નિભાવે. લાખો લોકો ઓઆઇસી તરફ જોઇ રહ્યા છે. માનવઅધિકાર સંગઠનોને પણ મારો અનુરોધ છે કે તેઓ કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનોના મામલાઓને જુએ. અમારી ક્યારેય યુદ્ધની પરંપરા નથી રહી. જો કોઇએ અમારા પર યુદ્ધ થોપ્યં તો પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

X
UNSC hold a closed consultation session on removal of article 370 from Jammu and Kashmir
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી