યુએનનો રિપોર્ટ / 10 વર્ષમાં 27 કરોડ ગરીબ ઘટ્યા, 37 કરોડ હજુ બાકી, અડધાથી વધુ ગરીબ ઘટી ગયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 2005-06માં 64 કરોડ એટલે 55.1 ટકા ગરીબ હતા 
  • 2015-16માં 36.9 કરોડ એટલે કે 27.9 ટકા બચ્યા

Divyabhaskar.com

Jul 13, 2019, 04:05 AM IST

એજન્સી, સંયુક્ત રાષ્ટ્ર: ભારતે 2006-2016 દરમિયાન 10 વર્ષમાં વિકાસશીલ દેશોના જૂથમાં સૌથી ઝડપે ગરીબી ઓછી કરી છે. આ દરમિયાન દેશના 27.1 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવી ગયા. આ દાવો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયો છે. યુએનડીપીના મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ ગરીબીના ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત સૌથી ઝડપે નીચે આવ્યું છે. દેશમાં સંપત્તિ, ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રમાં ઘણો સુધારો થયો છે. આ ક્ષેત્ર દ્વારા ગરીબીનો ઇન્ડેક્સ માપવામાં આવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, કંબોડિયા, હૈતી, પેરુ, કોંગો, ઇથિયોપિયા, નાઈજીરિયા, પાકિસ્તાન અને વિયેતનામ સામેલ છે.

એનપીઆઈના માપદંડના આધારે 10 વર્ષમાં ભારતની સ્થિતિ

માપદંડ 2005-06 2015-16
પોષણની ઘટ 44.30% 21.20%
બાળ મૃત્યુ દર 4.50% 2.20%
રસોઈ ગેસમાં ઘટ 52.90% 26.20%
સ્વચ્છતા 50.40% 24.60%

માપદંડ 2005-06 2015-16
પીવાનું પાણી 16.60% 6.20%
વીજળી 29.10% 8.60%
ઘર 44.90% 23.60%
સંપત્તિનો અભાવ 37.60% 9.50%

અડધાથી વધુ ગરીબ ઘટી ગયા

2005-06માં દેશમાં 64 કરોડ એટલે કે 55.1% લોકો ગરીબ હતા. 2015-16માં તે ઘટીને 36.9 કરોડ (27.9%) થઈ ગયા. આ દરમિયાન એનપીઆઈ વેલ્યુ 0.283થી ઘટી 0.123ની થઈ ગઈ.

ઝારખંડમાં સૌથી વધુ સુધારો

રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીમાં ઘટાડા મામલે પ્રાદેશિક વિસ્તારમાં સૌથી વધુ સુધારો ઝારખંડમાં જોવા મળ્યો. અહીં વિભિન્ન સ્તરે ગરીબી 2005-06માં 74.9%થી ઘટી 2015-16માં 46.5% થઈ ગઈ હતી. દરેક માપદંડમાં ઝારખંડે સૌથી વધુ સુધારો કર્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી