કુર્દિશ ઉપર હુમલો / તુર્કી પર પ્રતિબંધ લગાવીશું- અમેરિકા; ટ્રમ્પની કુર્દિશ જૂથો-તુર્કી વચ્ચે મધ્યસ્થાની રજૂઆત

 • તુર્કીએ ગુરુવારે પૂર્વોત્તર સીરિયામાં કુર્દિશ લડાકુઓના 181 ઠેકાણાઓ પર હવામાં હુમલા કર્યા, જેમાં 8 લોકોના મોત થયા 
 • તુર્કીએ આ કાર્યવાહી અમેરિકન સૈનિકોના ઉત્તર સીરિયા છોડવાના નિર્ણયના 3 દિવસ બાદ કરી, ટ્રમ્પના નિર્ણયની ટીકાઓ થઈ રહી છે 

Divyabhaskar.com

Oct 11, 2019, 04:22 PM IST

વોશિંગ્ટન/અંકારાઃ અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે કહ્યું કે, સીરિયામાં અમાનવીય અને અનૈતિક કાર્યવાહી કરીને સરહદ ઓળંગી તો તેની પર કડક પ્રતિબંધ લગાડવામાં આવશે. 30 રિપબ્લિકન સાંસદ તુર્કી પર પ્રતિબંધ લગાવવા અંગે સંસદમાં બિલ લાવી શકે છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અધિકારીઓને સૂચન આપ્યું છે કે તુર્કી અને કુર્દિશના જુથોની લડાઈમાં મધ્યસ્થા કરી સમાધાન કરી શકાય છે.

આ પહેલા તુર્કીએ પૂર્વોત્તર સીરિયામાં કુર્દિશ લડાકુઓના 181 ઠેકાણાઓ પર હવામાં હુમલા કર્યા હતા. જેમાં 8 લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા હતા. હજારો લોકોએ પરિસ્થિતી બાદ ઘર છોડવું પડ્યું છે. તુર્કીએ આ કાર્યવાહી સૈનિકોના ઉત્તર સીરિયા છોડવાના નિર્ણયના 3 દિવસ પછીની છે. ટ્રમ્પના નિર્ણયની અમેરિકામાં ટીકાઓ થઈ રહી છે.

સાથે જ કુર્દિશ લડાકુની સીરિયાઈ ડેમોક્રિટક ફોર્સ(SDF)ના કહ્યાં પ્રમાણે, તુર્કીની સેનાએ રહેણાક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા હતા. તે જેલોને નિશાન બનાવીને હુમલાઓ કર્યા, જેમાં ISના લડાકુઓને કેદ કરાયા હતા. તો બીજી તરફ કુર્દિશ પીપુલ્સ પ્રોટેક્શન યુનિટ્સે અમેરિકાને કહ્યું કે, આ હુમલાઓને અટકાવો. પૂર્વોત્તર સીરિયાને નો ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવે.

‘તુર્કી જાતીય નરસંહાર કરવાનો ઉદ્દેશ ’

 • સ્પુતનિક ન્યૂઝ એજન્સીએ અમેરિકન અધિકારીના હવાલાથી કહ્યું કે, તુર્કી જાતીય નરસંહાર કરવા માગે છે. તેમની સેના જમીન અને આકાશથી સામાન્ય લોકો પર બોમ્બ વરસાવી રહી છે. ટ્રમ્પે બુધવારે મિડિલ-ઈસ્ટ(પશ્વિમ એશિયા)થી અમેરિકન સેના હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, અમેરિકા તે વિસ્તાપમાં સેના પર 8 ટ્રિલિયન ડોલર(568 લાખ કરોડ રૂપિયા) ખર્ચી ચુક્યું છે. જ્યાં ગત વર્ષોમાં અમારા કરોડો સૈનિકો માર્યા ગયા છે.
 • તુર્કીના હુમલા અંગે ટ્રમ્પે કહ્યું કે, અમે ISને 100% હરાવી દીધું છે. અત્યાર સુધી સીરિયામાં કોઈ પણ દેશની સેના પર તુર્કીએ હુમલો કર્યો નથી. તે (તુર્કી) કુર્દો પર હુમલાઓ કરી રહ્યા છે, જે 200 વર્ષથી એક બીજા સાથે લડી રહ્યાં છે.

ભારતના વિદેશ વિભાગે ચિંતા વ્યક્ત કરી

 • વિદેશ વિભાગ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે, ‘તુર્કી દ્વારા પૂર્વોત્તર સીરિયામાં તુર્કીના એકતરફા હુમલા અંગે ભારત ચિંતિત છે. તુર્કીની કાર્યવાહીથી ક્ષેત્રમાં સ્થાયિત્વ અને આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ નબળું પડશે. હુમલાને માનવ સભ્યતા માટે પણ યોગ્ય ન કરી શકાય’
 • સીરિયામાં 12 હજાર IS આતંકી કુર્દિશ લડાકુની કેદમાં
 • કુર્દિશ ઈરાક, સીરિયા, તુર્કી અને અર્મેનિયાના પહાડી વિસ્તારોમાં રહે છે, તેમની આબાદી અંદાજે 3.5 કરોડ છે.
 • સીરિયામાં 35 લાખ કુર્દિશ છે. કુર્દિશનો પોતાનો અલગ દેશ નથી. પણ તે આઝાદી માટે લડી રહ્યા છે.
 • આઝાદીની લડાઈને કારણે કુર્દિશનો તુર્કી, ઈરાક, સીરિયા અને ઈરાનની સરકારો સાથે સારા સંબંધ નથી
 • કુર્દિશ લડાકુઓ સીરિયામાં આતંકી સંગઠન ISને હરાવવામાં અમેરિકાનો મુખ્ય સહયોગ રહ્યો છે. આ લડાઈમાં 11 હજાર કુર્દિશ લડાકુઓ માર્યા ગયા હતા. હુમલાઓ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે,કુર્દિશ વિરુદ્ધ તુર્કીની યોજના બરાબર છે. પણ ટીકાઓ અંગે કહ્યું કે, તુર્કી સીરિયામાં હદ પાર ન કરે.

દુનિયાઃEUએ કહ્યું- સેફ ઝોનથી આશા ઓછી, UNએ બેઠક કરી
યુરોપીયન સંઘે કહ્યું કે, આશા ઓછી છે કે સેફ ઝોન સીરિયાના શરણાર્થીઓને પરત લેવાની આંતરરાષ્ટ્રીય શરતો પુરી કરી શકશે. બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, પોલેન્ડ અને બ્રિટેનના કહેવાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક કરી હતી. અરબ લીગે શનિવારે બેઠક બોલાવી હતી. નાટોના મહાસચિવ યેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું કે, તુર્કી સમજી વિચારીને પગલા લે.

તુર્કીઃ સરહદ પર સિરીયાના 35 હજાર જવાન ખડેપગે
હુમલા પછી સીરિયાની નેશનલ આર્મીના 35 હજાર જવાનોએ પણ તુર્કી સરહદ પર પહેરો વધારી દીધો છે. સીરિયામાં કુર્દ લડાકુઓની સેના SDF સિવાય અમેરિકા અને રશિયાની સેના પણ હાજર છે.

X

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી