તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રમ્પ ગેંગસ્ટર રાષ્ટ્રપતિ, તેઓ પોતાને બચાવવા માટે સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે- ઓસ્કર વિજેતા એક્ટર રોબર્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અભિનેતા રોબર્ટ ડી નીરોએ કહ્યું- આજે દેશમાં દરેક બાબત નીચે જઇ રહી છે અને તેના માટે ટ્રમ્પ જવાબદાર
  • રોબર્ટે કહ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પને જેલમાં જોવા માટે વધુ રાહ નથી જોઇ શકતો

વોશિન્ગ્ટન: અમેરિકાના અભિનેતા રોબર્ટ ડી નીરોએ શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતાના ફાયદા માટે સંસ્થાનોને નુકશાન પહોંચાડી રહ્યા છે અને તેઓ ગેંગસ્ટર રાષ્ટ્રપતિ છે. બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની નવી ફિલ્મ ધ આઇરિશમેનના પ્રીમિયર પર પહોંચેલા નીરોએ કહ્યું- આજે દેશમાં દરેક બાબત નીચે જઇ રહી છે અને ટ્રમ્પ તેના માટે જવાબદાર છે. ઓસ્કાર વિજેતા નીરોએ ચોથો સ્તંભ અર્થાત પ્રેસની આઝાદીને બચાવવાની જરુરિયાત વિશે કહ્યું. તેમણે કહ્યું- તેઓ તેને નષ્ટ કરી રહ્યા છે અને તેનું એકમાત્ર કારણ છે કે તેઓ પોતાને બચાવવા માગે છે. અમે સૌ તેનાથી પરિચિત છીએ. 
 

'ધ આયરિશમેન' 27 નવેમ્બરના નેટફ્લિક્સ પર રિલીઝ થશે
76 વર્ષના અભિનેતા બ્રિટનના પ્રવાસે છે. અહીં ધ ગાર્ડિયન અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- અમેરિકા પાસે ડર્ટી પ્લેયર (ટ્રમ્પ)છે. અમે તેમને જેલમાં જોવા માટે વધુ રાહ જોઇ નહીં શકીએ. નીરોની ધ આયરિશમેન 27 નવેમ્બરના નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. બ્રિટનના અમુક પસંદગીના થિયેટર્સમાં તે 8 નવેમ્બરના રિલીઝ થશે.
 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો