પ્રતિક્રિયા / લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસ બહાર કાશ્મીર મુદ્દે વિરોધ પ્રદર્શન, 4ની ધરપકડ

  • સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા ભારતીયો ઉપર પ્રદર્શનકારીઓએ ઈંડા, પાણીની બોટલ, બૂટ-ચપ્પલ, ગરમ કોફી, કેળા,બટાકા સહિતની વસ્તુઓ ફેંકી હતી.
  • ખાલીસ્તાનની માંગણી કરનારાઓ પણ આ વિરોધ પદર્શનમાં જોડાયા હતા.
  • ભારતીય હાઈ કમિશન ઓફિસની બહાર ભારતીય સમર્થકો અને પ્રદર્શનકારીઓની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી

Divyabhaskar.com

Aug 16, 2019, 11:37 AM IST

લંડન: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઈ લેતા તેની અસર લંડન સુધી જોવા મળી છે. 15 ઓગસ્ટે સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું કે, લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હજારો લોકોએ આ મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન ચાર લોકોની ધરપકડ પણ કરવામા આવી છે. સ્વતંત્રતા દિવસે આ વિરોધ પ્રદર્શન પૂર્વઆયોજિત હતું. ભારતના વિરોધમાં પાકિસ્તાની ગ્રૂપ, સિખ અને કાશ્મીરી ભાગલાવાદી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારે ભારતીય સમર્થકોએ પણ હાઈ કમિશન ઓફિસની બહાર ભેગા થયા હતા. સમર્થક અને વિરોધીઓ બંને ગ્રૂપને બેરિયરની મદદથી અલગ કરવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ તેમના હાથમાં પોસ્ટર્સ રાખ્યા હતા અને નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓ અને ભારતીય સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહીં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા ભારતીયો ઉપર પ્રદર્શનકારીઓએ ઈંડા, પાણીની બોટલો, બૂટ-ચપ્પલ, ગરમ કોફી, કેળા,બટાકા સહિતની વસ્તુઓ ફેંકી હતી. મેટ્રોપોલિટિન પોલીસના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને અંતે ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.

શુ કહ્યું પ્રદર્શનકારીઓ અને સમર્થકોએ?

  • વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયા લોકોએ કહ્યું હતું કે, કાશ્મીરના લોકોને તેમનો નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. આ નિર્ણય કાશ્મીરના લોકોનો હક છીનવી રહ્યા છે. આ નિર્ણય ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો છે. એક પ્રદર્શનકારીએ કહ્યું હયું કે, સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીરના લોકોની ભલામણ કરવી જોઈએ.
  • ભારતના સમર્થનમાં જોડાયેલા લોકોએ કહ્યું કે, ભારત કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી એક છે. અમે તેની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ. એક મહિલા સમર્થકે કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીનું ખુલીને સમર્થન કરુ છું. તેમણે આપમાં દેશ માટે એવા પગલાં લીધા છે જે આજ સુધી કોઈએ નથી લીધા.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી