તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાપાનમાં 60 વર્ષનું સૌથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે, 42 લાખને સલામત ખસેડાયા, 17,000 સૈનિકો તહેનાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 216 કિમીની ઝડપ, 1930 ફ્લાઇટ્સ રદ કરાઇ રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ મુલતવી થઈ
  • વાતાવરણ પલટાતાં ટોકિયોમાં આકાશ ગુલાબી થઈ ગયું

ટોકિયોઃ જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડું ફૂંકાવાની દહેશત સર્જાઈ છે. આ વાવાઝોડાં પહેલા શનિવારે કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે. 216 કિમીની ઝડપે ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે. તે 24 કલાકમાં પ્રશાંત સમુદ્ર કાંઠે ત્રાટકવાની સંભાવના છે. તે પહેલાં કાંઠાના વિસ્તારોમાં 180 કિમી ઝડપે પવન ફૂંકાતાઘણા ઘરોને નુકશાન થયું છે. પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે. 1930 ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. વાવાઝોડાની દહેશતને પગલે રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ ટુર્નામેન્ટ મુલતવી કરી દેવાઈ છે. ચિબા જિલ્લામાં એકનું મોત થયું છે. 36 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. ટોકિયો, ચિબા અને કનાગવામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. 
ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી ગઇ છે અને એક વ્યક્તિની મોતના પણ સમાચાર છે. વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે. કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. 

દરેક હવાઇ અને ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી
જાપાનમાં દરેક હવાઇ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે. જાપાનની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ઉડાનો રદ્દ કરી દીધી છે. રેલવે નેટવર્કને પણ બંધ કરવામાં આવ્યું છે. ટોક્યોમાં દરેક થિયેટર્સ, શોપિંગ મોલ અને કારખાના બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. 

રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ મુલતવી
જાપાનમાં રગ્બી વિશ્વકપ સહિત દરેક મેચ રદ્દ કરીને ખેલાડીઓને પાછા મોકલવામાં આવ્યા છે. તે સિવાય ફોર્મ્યૂલા વન રેસિંગના લોકપ્રિય આયોજન જાપાનીઝ ગ્રાન્ડ પિક્સને મુલતવી રાખવામાં આવ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. એક દિવસ પહેલા તેમણે લોકોને ભોજન અને દવાઓ સાથે રાખવા કહ્યું હતું. જાપાનમાં 1958માં આ પ્રકારના વાવાઝોડાથી ભારે તબાહી થઇ હતી. ત્યારે 1200 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર થઇ ગયા હતા. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો