લંડન / સ્કોટલેન્ડ યાર્ડે MQMના સંસ્થાપક અલ્તાફ હુસૈનને આતંકવાદને પ્રેરિત કરનારા ગણાવ્યા

Scotland Yard hails MQM founder Altaf Hussain as terrorist motivator

  • હુસૈનના ભાષણ બાદ MQM કાર્યકર્તાઓએ કરાચી ખાતે આવેલા એક મીડિયા કાર્યાલયમાં તોડફોડ કરી હતી 
  • મામલામાં હુસૈનને બ્રિટેનના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ રજુ થવું પડશે 

Divyabhaskar.com

Oct 11, 2019, 10:33 AM IST

લંડનઃ લંડનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ગુરુવારે મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ(MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈનને આતંક માટે ઉશ્કેરવાનો આરોપી ગણાવ્યો છે. હુસૈન પર પાકિસ્તાનના તેમના સમર્થકોને આંતકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાનો આરોપ છે. મેટ્રોપોલિટન પોલીસ કાઉન્ટર ટેરરિઝમે ગુરુવારે કહ્યું કે, હુસૈનને બ્રિટેનના આતંકવાદ વિરોધી કાયદો1(2)હેઠળ લંડનના વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ રજુ થવું પડશે.

હુસૈનનો(65)વર્ષ 1990થી પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરાયો હતો.ત્યારબાદ તેમણે બ્રિટેનની નાગરિકતા લીધી હતી. જો કે, હુસૈન લંડનમાં રહેતા હતા પણ પાકિસ્તાનની મોટી પાર્ટીઓમાં સામેલ MQM પર તેમનું પ્રભુત્વ હોવાની ચર્ચા થઈ રહી છે. આ પાર્ટીના મુખ્ય કેન્દ્ર તરીકે પાકિસ્તાનના આર્થિક શહેર કરાચીને ઓળખવામાં આવે છે. હુસૈને 22 ઓગસ્ટ 2016ના રોજ ભાષણ આપ્યું હતું ત્યારબાદ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ કરાચી સ્થિત એક મીડિયા કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
હુસૈને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા
હુસૈને તેમના ભાષણમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા અને તેને એક દેશ ગણાવ્યો હતો જે દુનિયા માટે કેન્સર છે. મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, હુસૈને તેમના ભાષણમાં એવી વાતો કહી હતી જે લોકોને આતંકવાદ માટે પ્રેરવાની શ્રેણીમાં આવે છે. હુસૈન લંડનના મિલ હિલ વિસ્તારમાં રહે છે. તેમની 11 જૂને આતંકવાદને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. MQMના સંસ્થાપકને આ સપ્તાહે જ જામીન પર છૂટા કરવામાં આવ્યા છે.

MQMનું વર્ચસ્વ ઉર્દૂ ભાષી લોકોમાં વધારે
MQMની સ્થાપના વર્ષ 1984માં કરવામાં આવી હતી. જે મુખ્ય રીતે ઉર્દી ભાષા અથવા ભાગલા બાદ ભારતમાંથી આવીને પાકિસ્તાનમાં વસેલા લોકોની પાર્ટી માનવામાં આવે છે. આ પાર્ટી ઉર્દૂ ભાષીના મોટા ભાગવા વિસ્તારોમાં પ્રભાવ રાખવાના કારણે કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ દાયકાઓ સુધી રાજકીય વર્ચસ્વ રહ્યું હતું. આ વર્ષે ઓગસ્ટમાં આપેલા તેમના ભાષણમાં હુસૈને કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના અને સૈન્ય સંસ્થાઓ લોકો ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.

X
Scotland Yard hails MQM founder Altaf Hussain as terrorist motivator

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી