SCO સમિટ / ઈમરાનની ટણી, વૈશ્વિક નેતાઓના માનમાં દરેક ઊભા હતા ત્યારે તેઓ ખૂણામાં જ બેસી રહ્યાં; ટ્વિટર પર ટ્રોલ

  • સમિટના ઉદ્ધાટન સમારોહમાં  કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતા પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમની સીટ પર જ બેઠેલા રહ્યા
  • સમારોહમાં નેતાઓની એન્ટ્રીમાં પીએમ મોદી અને ઈમરાન ખાન આગળ પાછળ જ હતા છતા મોદીએ તેમને સખત ઈગ્નોર કર્યા

Divyabhaskar.com

Jun 14, 2019, 03:30 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગુરુવારથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. દર વખતની જેમ આ વખતે પણ ઈમરાન ખાન આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર તેમની એક ભૂલના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. એસસીઓ સમિટના ઉદ્ધાટન સમયે જ્યારે સમગ્ર દેશના રાષ્ટ્રાધ્યક્ષ એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે બધા ઉભા રહીને તેમનું સ્વાગત કરતા હતા પરંતુ પાકિસ્તાનના પીએમ તેમની સીટ પર બેઠેલા જ રહ્યા હતા. ઈમરાન ખાનની આ ભૂલના કારણે હાલ તેઓ ટ્વિટર ઉપર પણ ઘણાં ટ્રોલ થઈ રહ્યા છે.

જ્યારે હોલમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતા પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમની સીટ પર જ બેઠેલા રહ્યા હતા. જ્યારે બાકી દરેક દેશના નેતાઓ હોસ્ટ દેશના પ્રમુખનું સ્વાગત કરી રહ્યા હતા.

ઈમરાન ખાનને બીજા નેતાઓએ ઉભા થવા માટે ટોક્યા પણ ખરા. તેથી તેઓ એક વાર ઉભા થયા અને ફરી પાછા બેસી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર તેમના આ વર્તનની ઘણી નિંદા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના આ વર્તન વિશે કહી રહ્યા છે કે, આ અભિમાન છે કે ગેરવર્તણૂક છે કે, બેવકૂફી?

મોદીએ ઈમરાન ખાનને સખત રીતે ઈગ્નોર કર્યા
સમિટની શરૂઆતમાં જ્યારે મોદીએ ઈમરાન ખાનને જોયા ત્યારે તેમણે સંપૂર્ણ રીતે તેમને ઈગ્નોર કર્યા. સમિટના ઉદ્ધાટન સમારોહમાં પણ બંને એકબીજાની આગળ પાછળ જ હતા. તેમ છતાં વડાપ્રધાન મોદીએ તેમની સાથે હાથ પણ ન મીલાવ્યો અને તેમની સાથે કોઈ વાત પણ ન કરી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી