અનુચ્છેદ 370 / શા માટે UAE અને સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દે ભારતની ટીકા કરવાની હિંમત કરતા નથી

તસવીરમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી એડલ અલ જુબેર સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી.
તસવીરમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી એડલ અલ જુબેર સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી.
Why UAE and Saudi Arabia dare not criticize India over Kashmir issue

  • UAE અને સાઉદીના મંત્રીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મિટિંગ કરી હતી
  • ગલ્ફના દેશો કુવૈત, કતાર, બેહરીન અને ઓમાને પણ આ અંગે કઈ કહેવાથી ઈન્કાર કર્યો

Divyabhaskar.com

Sep 13, 2019, 06:30 PM IST

નવી દિલ્હીઃ ભારતે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ગત અઠવાડિયે સાઉદી અરેબિયા અને યુનાઈટેડ અમિરાત(UAE)ના ફોરેને મિનિસ્ટર્સે ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. તેઓએ પાકિસ્તાન પ્રત્યે હમદર્દી બતાવી હતી. UAEના ફોરેન મિનિસ્ટર શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન અને સાઉદીના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેને અફેર્સ અદેલ અલ-જુબિરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, મિલિટ્રી ચીફ જનરલ કુમાર જાવેદ બાજવા અને ફોરેન મિનિસ્ટર શાહ મોહમ્મદ કુરેશી સાથે મિટિંગ કરી હતી. પરંતુ તેઓ કાશ્મીર મુદ્દે ભારતને સખ્ત શબ્દોથી વખોડી શકાય ન હતા. આ સિવાય તેઓ તેમનો જ ભાઈ ગણતો પાકિસ્તાનની પણ ખાસ તરફેણ કરી શકાયા ન હતા. છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોનું ભારતના કાશ્મીર મુદ્દે સમર્થન માંગી રહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને દેશના કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ કર્યો તે વાતનો ભારે વિરોધ કર્યો હતો. તો ચાલો જાણીએ શા માટે ગલ્ફના દેશો સાઉદી અરબિયા અને UAEએ પાકિસ્તાનનો પણ કાશ્મીર મુદ્દે સાથ છોડ્યો, તે અંગેની વિવિધ રસપ્રદ વાતો.

પાકિસ્તાન છેલ્લા ઘણાં દાયકાઓથી ગલ્ફો દેશો સાથે સારા સંબધો ધરાવે છે. પરંતુ તેઓએ પણ ભારતે કાશ્મીર મામલે લીધેલા પગલાની ટીકા કરી ન હતી. જોકે સાઉદી અરેબિયાએ ભારતે કાશ્મીરમાંથી 370નો અનુચ્છેદ હટાવ્યો તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય તેમણે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ કરવામાં આવ્યા બાદ ગોઠવવામાં આવેલી સખ્ત સિક્યોરિટી બાબતે પણ ચર્ચા કરી હતી. જોકે UAEએ આ સમગ્ર મુદ્દાને ભારતની અંગત બાબત ગણાવી હતી.

આ સિવાય ગલ્ફના દેશ કુવૈત, કતાર, બેહરીન અને ઓમાને પણ આ અંગે કોઈ પણ નિવેદન આપ્યું ન હતું. 370 હટાવ્યા બાદ કાશ્મીરની સ્થિતિ વણસી હોવા છતાં UAEએ મોદીની વાહ-વાહ કરી હતી અને દેશને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ધ ઓર્ડર ઓફ ઝાયીદ અર્પણ કર્યો હતો. અને મોદીની બંને દેશોના દ્વિપક્ષી સંબધોને મજબૂત બનાવવા બાબતે પણ પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે હિન્દુત્વવાદી વિચારશરણી ધરાવાનાર વડાપ્રધાન મોદી જેમના નેતૃત્વમાં મુસ્લિમો પર સતત હુમલા થતા આવ્યા છે, તેમને વર્ષ 2016માં સાઉદી અરેબિયાએ સિવિલિયન એવોર્ડ આપ્યો હતો.

100 બિલિયનના વાર્ષિક ટ્રેડના કારણે ભારત ગલ્ફ દેશો માટે એક મહત્વનું ઈકોનોમિક પાર્ટનર બન્યું છે. આ સિવાય અહીં વસતા લાખો ભારતીય મજૂરોએ દેશની ઈકોનોમિને આગળ વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ અંગે દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે સાઉદી અરેબિયા અને UAE સાથે સારા સંબધો સ્થાપિત કર્યા છે. બંને દેશો ભવિષ્યમાં જયારે ઓઈલ નહિ હોય તે સ્થિતિને ધ્યાનમાં રાખીન દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવી રહ્યાં છે. તેઓ ભારતને એક મહત્વપૂર્ણ દેશ ગણી રહ્યાં છે. જ્યાં રોકાણ કરવા ઉપરાંત વિશાળ માર્કેટ પણ ઉપલબ્ધ હશે. આ સિવાય તેઓ એમ પણ ઈચ્છી રહ્યાં છે તેઓની વચ્ચે પહેલેથી જ સારા આર્થિક સંબધો હોય.

ભારત-સાઉદી અરેબિયાનો ટ્રેડ ધીરે-ધીરે વધી રહ્યો છે

છેલ્લા બે દાયકાથી ભારત અને સાઉદી અરબિયા વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે. તે હાલ વધીને 28 બિલિયન ડોલરે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઉદી-અરેબિયામાં 2.7 મિલિયન ભારતીયો વસે છે. તે ભારતનું ચોથું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે.

ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ ગત મહિને જાહેરાત કરી હતી કે સાઉદી અરબિયાનું સ્ટેટ એનર્જી ગ્રુપ સાઉદી અરમાકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ઓઈલ-ટુ-કેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો 75 બિલિયન ડોલરમાં ખરીદશે. સાઉદી અરેબિયા અને યુએઈ સંયુક્ત રીતે દેશમાં એક મેગા રિફાઈનરી બનાવી રહ્યાં છે. જે 60 બિલિયન ડોલરના ખર્ચે તૈયાર થશે.

ઈન્ડિયા-UAEનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 55 બિલિયન ડોલરે પહોંચ્યો છે. ભારતીયો અહીંના રિઅલ એસ્ટેટ માર્કેટમાં સૌથી વધુ રોકાણ કરનારાઓ પૈકીના એક છે. UAEની કુલ વસ્તીમાં 30 ટકા ભારતીયો છે.

નવી દિલ્હી અને આબુધાબી વચ્ચે વર્ષ 2014માં જયારે પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા, ત્યારે સિક્યુરિટી કરાર થયો હતો. ભારતની સરખામણીમાં પાકિસ્તાન અને સાઉદી અરબિયાનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 3.7 બિલિયન ડોલરનો છે. જયારે પાકિસ્તાન અને યુએઈનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 8 બિલિયન ડોલરનો છે.

આ અંગે પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC)નાદેશો સાથે ખૂબ જ સારા સંબધો ધરાવે છે. તેથી ખરા પાકિસ્તાનીને તેમની પાસેથી વધુ સહકારની અપેક્ષા પણ નથી. પરંતુ અમને માનવ અધિકારની સેફટી અને કાશ્મીરના લોકોની સિક્યોરિટી અંગે તેમની પાસેથી સહકાર મળશે તેવી અપેક્ષા છે.

ઈન્ડિયન ફોરેન પોલિસી એનાલિસ્ટે આ અંગે જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના દેશો માત્ર ઈસ્લામિક એકતાને જોતા નથી. જો તે ઈસ્લામિક મુદ્દો હોત તો ગલ્ફના દેશોએ કદાચ ઝિનજિયાંગ બાબતે સખ્ત પગલા લીધા હોત, પરંતુ તેમણે ન લીધા. તેઓ ભારતને જ્યાં તેમના રાષ્ટ્રના હિતની વાત આવે છે ત્યાં વધુ મહત્વ આપે છે.

ભારતની એનર્જી સિક્યોરિટી માટે મિડલ ઈસ્ટ ખૂબ જ મહત્વનું છે. કારણ કે નવી દિલ્હી દ્વારા તેની પેટ્રોલિયમ જરૂરિયાતના 80 ટકા પેટ્રોલિયમ મિડલ ઈસ્ટમાંથી આયાત કરવામાં આવે છે.

તાલમીઝ અહમદ જે પૂર્વ ભારતીય રાજદૂત છે અને જેમણે સાઉદી અરેબિયા, ઓમાન અને યુએઈના એમ્બેસેડર તરીકેની કામગીરી કરી છે, તેમનું માનવું છે કે નવી દિલ્હી પાકિસ્તાનના ભોગે મિડલ ઈસ્ટમાં સિક્યોર્ડ સ્ટ્રેટેજીક રસ ધરાવે છે. જોકે તે કાશ્મીર મુદ્દા સાથે જોડાયેલા નથી.

તેમણે આ મુદ્દે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2000થી GCC દેશોની હાઈ-લેવલ સ્ટેટ મુલાકાતોમાં વધારો થયો હતો. આ વધારો ભારત સાથેનું રાજકીય ફોકસ વધતા થયો હતો.

અબુ ધબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ જેઓએ વડાપ્રધાન મોદીને તેમના મિત્ર ગણાવ્યા હતા, તેઓ વર્ષ 2017ની ભારતની રિપબ્લિક ડે પરેડના ચીફ ગેસ્ટ હતા. જયારે સાઉદી કિંગ અબ્દુલ્હા બિન અબ્દુલાઝીઝ-સાઉદને વર્ષ 2006માં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ભારતનું લક્ષ્ય

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક ઝાહીદ હુસેને જણાવ્યું હતું કે સાઉદી-UAEના પ્રતિભાવને ખાસ કરીને કાશ્મીરના સંદર્ભમાં ભારતના સપોર્ટ તરીકે ન જોવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે ગલ્ફે પાકિસ્તાનને કરેલા સમર્થનને હમેશાં દ્વિઅર્થમાં જોવું જોઈએ. જે પણ આવ્યું છે તે હમેશાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશનના પ્લેટફોર્મ્સ પરથી જ આવ્યું છે.

પાકિસ્તાને યમનમાં લડવા સાઉદીના નેતૃત્વવાળી ફોર્સ સાથે જોડવવાનો ઈન્કાર કર્યો હતો. તે દર્શાવે છે કે તેને ગલ્ફ સાથેના સંબધો સારા નથી.

આ અંગે ભારતના પૂર્વ રાજદૂત અહમદે જણાવ્યું હતું કે GCC દેશો એમ માનતા હતા કે પાકિસ્તાન પાસે હજુ લશ્કર છે અને જો આપણને જરૂર પડશે તો તે આપણી મદદ કરશે. પરંતુ તેમની આ ધારણા ખોટી ત્યારે સાબિત થઈ જ્યારે પાકિસ્તાને લશ્કર આપવાનો જ ઈન્કાર કરી દીધો.

ઈસ્લામાબાદ સાઉદી અરબિયા અને ઈરાનના પ્રોક્સી વોરમાં પડવા માંગતું ન હતું, તે પાછળનું એક કારણ એ પણ હતું કે તે તેહરાન સાથેના પોતાના સબંધોને બગડવા રાજી ન હતું.

અનકારા યિલડ્રીમ બેયાઝીટ યુનિવર્સિટીના ઓમાર એનિસે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો ઈરાન અંગેનો વ્યુહ જ ગલ્ફ અને પાકિસ્તાનના સબંધમાં સૌથી ચિંતાજનક બાબત હતી.

તેમણે જણાવ્યું કે યમન અને કતાર અંગે પાકિસ્તાનની નિષ્પક્ષતા કટોકટી સર્જી શકે છે. ઉલ્લેખનીય છે કે કતાર પર UAE અને સાઉદીએ વર્ષ 2017થી નાકાબંધી કરી છે.

સેન્ટર ફોર ઈસ્લામ એન્ડ ગ્લોબલ અફેર્સના ડાયરેક્ટર સામી અલ એરિયને જણાવ્યું હતું કે UAE અને સાઉદી અરેબિયા અમેરિકા, ચાઈના, ભારત અને ઈઝરાયલ સાથે સબંધો મજબૂત બનાવવા માંગે છે.

X
તસવીરમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી એડલ અલ જુબેર સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી.તસવીરમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી એડલ અલ જુબેર સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી.
Why UAE and Saudi Arabia dare not criticize India over Kashmir issue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી