નિવેદન / રશિયા સાથેના કરારથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું, કહ્યુંઃ નક્કી કરી લો, રશિયા અથવા અમેરિકા

Ready to meet India's defense requirement: Our deal with Russia will be limited: US

  • વિદેશ વિભાગના ઓફિસર એલિસ વેલ્સ બોલ્યા- ભારતે નક્કી કરવું પડશે કે તેમણે રશિયા પર આધારિત રહેવું છે કે અમેરિકા સાથે મિત્રતા વધારવી છે
  • છેલ્લા 10 વર્ષોમાં અમેરિકા-ભારત વચ્ચે 18 અબજ ડોલર (રૂ. 1.25 લાખ કરોડ)ની રક્ષા સમજૂતી થઈ છે

Divyabhaskar.com

Jun 14, 2019, 02:14 PM IST

વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારી એલિસ જી વેલ્સે શુક્રવારે કહ્યું કે, તેમનો દેશ ભારતની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છે પરંતુ રશિયા એસ-400 સિસ્ટમ તેમાં અડચણ બની રહ્યું છે. ભારત-રશિયા ડીલથી અમેરિકાનો સહયોગ સીમિત થઈ જશે.

એશિયા સાથે જોડાયેલી વિદેશી મામલાની ઉપસમિતિએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી અમેરિકા-ભારત વચ્ચે 18 અબજ ડોલર (1.25 લાખ કરોડ)ની સુરક્ષા સમજૂતી થઈ છે. જ્યારે આ પહેલાં બંને દેશો વચ્ચે રક્ષા મામલે ઝીરો ટકા વેપાર થતો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં જ ધમકી આપતા કહ્યું છે કે, ભારતનો આ નિર્ણય (એસ-400 ડીલ) અમેરિકા અને ભારતના સંબંધ પર ગંભીર અસર કરશે.

ભારતે નક્કી કરવી પડશે પ્રાથમિકતાઃ એલિસનું કહેવું છે કે, અત્યારે પણ ભારતના 70 ટકા હાર્ડવેર રશિયાના છે. આ સંજોગોમાં ભારતે નક્કી કરવું પડશે કે તેમણે માત્ર રશિયા પર નિર્ભર રહેવું છે કે, અમેરિકા સાથે મિત્રતા વધારવી છે. ભારતે હવે તેની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. એલિસે ઉપસમિતિને જણાવ્યું છે કે, અમેરિકા-ભારત વચ્ચેના રક્ષા સંબંધ કોઈ પણ રીતે સારા કરી શકાય તેમ છે. તેમનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સાથે અન્ય દેશની સરખામણીએ યુદ્ધાભ્યાસ વધારે કરવામાં આવી રહ્યો છે. 10 વર્ષ પહેલાં અમેરિકાને ભારતને હથિયાર વહેંચવામાં રસ નહોતો પરંતુ હવે આ કારોબારને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ભારત સાથે સંબંધ સુધારવામાં અમેરિકા હવે દરેક બનતા પ્રયત્નો કરી રહ્યું છે.

એલિસના જણાવ્યા પ્રમાણે- વડાપ્રધાન મોદી રોજગારી વધારવા માટે ગંભીરતાથી પગલાં લઈ રહ્યા છે. તેમાં અમેરિકા તેમની મદદ કરી શકે છે. કારણ કે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) દ્વારા રોજગારીના પ્રશ્નનો ઉકેલ લાવી શકાય છે. ભારત માટે અમેરિકા એક મોટું બજાર છે. ભારતનો 20 ટકા સામાન અમેરિકા આવે છે. અમેરિકાની કંપનીઓ માટે ભારત એક સમૃદ્ધ બજાર છે. ભારત સાથે સંબંધ સુધારવામાં વેપાર જ મદદ કરી શકે છે.

ગયા વર્ષે થઈ હતી એસ-400 મિસાઈલ સિસ્ટમ સમજૂતીઃ આ મિસાઈલ સિસ્ટમનું આખું નામ એસ-400 ટ્રાયમ્ફ છે. તેને નાટો દેશમાં એસએ-21 ગ્રોલર નામથી જાણવામાં આવે છે. આ જમીનથી હવામાં હુમલો કરનાર મિસાઈલ સિસ્ટમ છે. તેને રશિયાએ બનાવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત અને રશિયા વચ્ચે ડીલ થઈ હતી. આ મિસાઈલ નિશાન ચૂક્યા વગર હુમલો કરે છે, તે એક સાથે ત્રણ મિસાઈલ ટાર્ગેટ કરી શકે છે. 400 કિમીની રેન્જમાં એક સાથે ઘણાં ફાઈટર પ્લેન, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન ઉપર પણ હુમલો કરી શકે છે.

X
Ready to meet India's defense requirement: Our deal with Russia will be limited: US
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી