દિલધડક વીડિયો / યુએસ કોસ્ટગાર્ડે મધદરિયે બોટ પર છાપો મારી 3900 કરોડનું કોકેન પકડ્યું

  • કોસ્ટગાર્ડની ટીમે સંભવત: હેલમેટના કેમેરામાંથી આ વીડિયો શૂટ કર્યો છે
  • એક સેમી સબમરિનમાં ગેરકાયદે રીતે 7000કિલોથી વધુનું કોકેન લઇ જવાતું હતું
  • આવા કુલ 14 મિશનમાં ટીમે 17690 કિલોના ડ્રગ્સ પકડ્યા છે

Divyabhaskar.com

Jul 13, 2019, 03:33 PM IST

અમેરિકન કોસ્ટગાર્ડે એક દિલધડક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કોસ્ટગાર્ડના જવાનો મધદરિયે એક સેમી સબમરિન જહાજ પર છાપો મારતા જોવા મળે છે. રોમાંચ પેદા કરે તેવા આ વીડિયોમાં જવાનો જે જહાજ પર છાપો મારે છે તેમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સને લઇ જવામાં આવી રહ્યા હતા. કોસ્ટગાર્ડની બોટ 'કટર મનરો'માંથી અપરાધીઓને બૂમ પાડીને રોકવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. યુએસ તરફથી પ્રેસ રિલિઝમાં આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી.

સેમિ સબમરીન જહાજમાં 7258 કિલો કોકેનનો જથ્થો લઇ જવાતો હતો જેની કિંમત લગભગ 3900 કરોડ થાય છે. આ પ્રકારના કુલ 14 મિશન મે અને જુલાઇમાં કોસ્ટગાર્ડની ટીમે કર્યાં જે મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય અમેરિકાના દરિયાના વિસ્તારમાં હતા. કુલ 14 છાપામાં 17690 કિલો કોકેનનો જથ્થો પકડ્યો છે. ગુરવારે આ ટીમે આ જથ્થો સરકારને સોંપ્યો અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે તેમના જવાનોના સાહસને બિરદાવ્યું હતું. વીડિયોમાં કોસ્ટગાર્ડના જવાનો અપરાધીઓને રોકવા માટે ચેતવણી આપી રહ્યા છે . ત્યારબાદ છેલ્લે એ સેમી સબમરિન નજીક બોટ લઇને એક જવાન તે બોટની ઉપર કૂદી જાય છે. ત્યાં ઉપર હેચ પર જોરથી હાથ પછાડીને અપરાધીઓને તાબે થવા કહે છે. તે જવાન પાછળ બીજો જવાન પણ આવે છે અને હાથ ઉંચા કરીને અંદરથી આરોપી બહાર નીકળે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની આ બહાદુરીના વખાણ કરીને ટ્વીટ પણ કર્યું હતું.


એડમિરલ કાર્લ શુલ્ઝે ફેસબુક પર લખ્યું-'આ કામ સમુદ્રમાં એટલા માટે કરીએ છીએ કારણકે ત્યાં તેઓ થોડા લાચાર હોય છે. '

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી