હોંગકોંગ / પ્રત્યાર્પણ બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા, પોલીસે રબ્બરની ગોળીઓ ચલાવી, 79 ઘાયલ

People rushed to the streets against the extradition bill, police rubbing pills, 79 wounded
People rushed to the streets against the extradition bill, police rubbing pills, 79 wounded

  • હોંગકોંગમાં 22 વર્ષમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન, બિલના વિરોધમાં 50 હજાર લોકો રસ્તા પર
  • 12 કલાકથી જામની સ્થિતિ, 20મી જૂને અંતિમ મતદાન
     

Divyabhaskar.com

Jun 13, 2019, 03:13 PM IST

હોંગકોંગ: હોંગકોંગમાં વિવાદાસ્પદ અને પ્રસ્તાવિત પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) બિલના વિરોધમાં ચાર દિવસથી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ બિલને પાછું લેવા માટે સરકારને બુધવાર સવારે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા પૂરી થતાં જ વરસતા વરસાદમાં 50 હજારથી વધુ લોકો કાળાં કપડાં પહેરી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. છેલ્લાં 12 કલાકથી જામની સ્થિતિ બનેલી છે.

લોકોને રોકવા માટે પોલીસે રબ્બરની ગોળીઓ છોડી હતી તેમજ ટીયર ગેસના સેલ અને પૅપર સ્પેનો ઉપયોગ કર્યો હતો. જેમાં 79 લોકો ઘાયલ થયા હતા, બે લોકોની હાલત ગંભીર છે. લોકોએ પણ સામે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

22 વર્ષ પહેલાં UKએ હોંગકોંગ ચીનને સોંપ્યું હતું
1997માં યુકે-ચીન વચ્ચેના કરાર મુજબ હોંગકોંગ ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદથી હોંગકોંગમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. સ્ટુડન્ટ, ધાર્મિક સંગઠનો અને બિઝનેસ પ્રતિનિધિઓ પ્રત્યાર્પણ બિલનો સખત વિરોધ કરી રહ્યાં છે.

પ્રસ્તાવિત પ્રત્યાર્પણ બિલમાં શું છે?
હોંગકોંગમાં હાલના પ્રત્યાર્પણ કાયદામાં ચીન સહિતના દેશો સામેલ નથી. નવા બિલમાં ચીન ઉપરાંત તાઇવાન અને મકાઉને સામેલ કરવાનો પ્રસ્તાવ છે. જેનો અર્થ એ થયો કે નાસી આવેલા વિદેશી આરોપીને જે-તે દેશના હવાલે કરવાનો રહે છે. વિરોધ કરી રહેલા લોકો આ બિલને અપારદર્શી ગણાવી રહ્યાં છે તેમજ ચીન આ બિલનો ખોટો ઉપયોગ કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

પ્રસ્તાવ પર 20મી જૂને વોટિંગ
વિરોધ છતાં હોંગકોંગ ઓથોરિટી પ્રત્યાર્પણ બિલ લાવવા મક્કમ છે. હોંગકોંગની ચીફ એક્ઝિક્યુટિવ લીડર કૈરી લેમે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે. બુધવારે હિંસાના કારણે બીજી વખત સદનમાં બિલ વાંચી શકાયું નહોતું. હવે 20 જૂને આ પ્રસ્તાવ પર અંતિમ મતદાન થશે.

X
People rushed to the streets against the extradition bill, police rubbing pills, 79 wounded
People rushed to the streets against the extradition bill, police rubbing pills, 79 wounded
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી