વિવાદ / ઈમરાને કહ્યું- સોવિયત વિરુદ્ધની લડાઈમાં અમેરિકાએ પાકના મુઝાહિદીનોને ટ્રેનિંગ આપી, હવે અમને દોષી ગણાવવા અયોગ્ય

Pakistani PM Imran Khan to US President for unfairly blamed for washingtons

  • અમેરિકા પર ઈમરાન ખાને આકરા પ્રહાર કરતાં કહ્યું- USનો સાથ ના આપતા તો તે સૌથી પાવરફૂલ દેશ ન બની શકત
  • પાક વડાપ્રધાને અફગાનિસ્તાનમાં લડાઈ માટે મુઝાહિદ્દીન તૈયાર કરવા વિશે અમેરિકાને ટાર્ગેટ કર્યું
  • ઈમરાન ખાને કહ્યું- અમેરિકાને અફઘાનિસ્તાનમાં સફળતા મળી તેથી તેઓ હવે જેહાદને આતંકી કહેવા લાગ્યા

Divyabhaskar.com

Sep 13, 2019, 11:30 AM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની હાજરી સામે સવાલ ઉભા કર્યા છે. શુક્રવારે તેમણે કહ્યું કે, સોવિયત વિરુદ્ધ લડાઈમાં અમેરિકાએ જાતે પાકિસ્તાનમાં મુઝાહિદીનોને જેહાદના નામે ટ્રેનિંગ આપી હતી. હવે જ્યારે લાંબી લડાઈ પછી તેમને ત્યાં સફળતા ન મળી તો તેઓ અમને દોષી ગણાવે છે, જે સંપૂર્ણ રીતે ખોટી વાત છે. અમે આ લડાઈમાં 70 હજાર લોકોને ગુમાવ્યા છે.

પાકિસ્તાને તટસ્થ રહેવું જોઈએ- ઈમરાન

ઈમરના ખાને કહ્યું, 1980ના દશકામાં જ્યારે સોવિયતે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો તો તેમના વિરુદ્ધ અફઘાન મુઝાહિદીનને પાકિસ્તાને ટ્રેનિંગ આપી અને તેમાં અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ દ્વારા ફંડિગ કરવામાં આવતું હતું. હવે જ્યારે અમેરિકન્સ અફઘાનિસ્તાનમાં આવી ગયા છે ત્યારે પાકિસ્તાનના આ જ ગ્રૂપને જેહાદની જગ્યાએ આતંકવાદ કહે છે. આ ખૂબ વિરોધાભાસ છે. હું માનુ છું કે, પાકિસ્તાને તટસ્થ રહેવાની જરૂ હતી. કારણકે જેહાદમાં સામેલ થઈને આ ગ્રૂપ અમારી વિરુદ્ધમાં આવી ગયું છે.

યુદ્ધમાં અમે 100 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ગુમાવી
અમે આ લડાઈ-ઝઘડામાં અમારા 70 હજાર લોકોને ગુમાવી દીધા છે. અમે 100 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ગુમાવી દીધી છે. અંતે જ્યારે અમેરિકાને અફઘાનિસ્તાનમાં સફળતા નથી મળ્યા ત્યારે તેઓ તે માટે અમને દોષિત ગણાવી રહ્યા છે. મને લાગે છે કે, આ પાકિસ્તાન સાથે અન્યાય થયો છે.

અમેરિકાને સાથ આપવામાં આજે પાકિસ્તાન એક ખતરનાક દેશ બની ગયો છે
રશિયા ટૂડેને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને કહ્યું છે કે, 9/11ના હુમલા પછી પાકિસ્તાને અમેરિકાને ઘણો સાથે આપ્યો હોવાથી આજે તેને ઘણું નુકસાન સહન કરવું પડે છે. ઈમરાન ખાને કહ્યું કે, જો અમે આતંકવાદ વિરુદ્ધ અમેરિકન યુદ્ધમાં ભાગ ન લીધો હોત તો આજે અમે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ન હોત.

નોંધનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મદદ માટે આયોજિત કરાયેલી અફઘાનિસ્તાન મંત્રણા રદ કરી હતી. કાબુલમાં થયેલા તાલિબાન હુમલામાં 12 અમેરિકન સૈનિકના મોત થયા હોવાથી ટ્રમ્પે તાલિબાન સાથેની આ મંત્રણા રદ કરી હોવાનું જણાવ્યું હતું.

અફઘાન મંત્રણા રદ થતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકાએ તાલિબાનને સીઝફાયર માટે તૈયાર થવા માટે પાકિસ્તાન પર પહેલા કરવા વધારે પ્રેશર વધારશે. બીજી બાજુ પાકિસ્તાન કાશ્મીર પર સમર્થન મેળવવા માટે અમેરિકા સામે તાલિબાન કાર્ડ રમી રહ્યું છે.

X
Pakistani PM Imran Khan to US President for unfairly blamed for washingtons
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી