પાકિસ્તાન / પાકિસ્તાને વોર મ્યુઝીયમમાં વિંગ કમાન્ડર અભિનંદનનું પુતળુ મુકીને મજાક ઉડાવી

Pakistan mocks wolf commander congratulatory statue at Museum of War

Divyabhaskar.com

Nov 10, 2019, 04:46 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાન ભારત સામે દુષ્પ્રચાર કરવાની કોઈ તક પણ છોડતું નથી. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરને લઈ ક્રિકેટ વિશ્વકપ દરમિયાન પણ ભારતીયોને અપમાનિત કરવા એક જાહેરખબર તૈયાર કરી હતી. હવે તે વધુ એક વખત વિંગ કમાન્ડર અભિનંદનનને કસ્ટડીમાં હોવાનું દર્શાવતું એક પુતળુ વોર મ્યુઝીમમાં મુક્યું છે. પાકિસ્તાની વાયુસેનાએ પોતાના વોર મ્યુઝીયમમાં વિંગ કમાન્ડર અભિનંદનનું એક પુતળુ લગાવવામાં આવ્યું છે, જે પાકિસ્તાનની કસ્ટડીમાં દેખાય છે. પાકિસ્તાનના પત્રકાર અને રાજકીય ટિપ્પણી કરનાર અનવર લોધીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પાકિસ્તાન વાયુસેનાએ મ્યુઝીયમમાં લગાવવામાં આવેલ અભિનંદનના પુતળાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરી લોધીએ લખ્યું છે- પાકિસ્તાન એર ફોર્સે અભિનંદનના પુતળાને સંગ્રહાલયમાં પ્રદર્શની માટે રજૂ કર્યું છે. એ વધારે રસપ્રદ હશે જો તેઓ તેમના હાથમાં ફેન્ટાસ્ટીક ચા કપની વ્યવસ્થા કરી આપે. જ્યારે અભિનંદન પાકિસ્તાનની સેનાની કસ્ટડીમાં હતા ત્યારે તેનો એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં અભિનંદનને ચા પીતા દેખાડવામાં આવ્યા હતા.

X
Pakistan mocks wolf commander congratulatory statue at Museum of War

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી