નેપાળ / કાઠમંડૂ જતી બસનો ડ્રાઈવરે કાબૂ ગુમાવતા 50 મીટર ઉંડી ખીણમાં પડી; 11ના મોત, 108 ઘાયલ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસે એક વળાંક પાસે નિયંત્રણ ગુમાવી દીધું હતું
  • આ બસના મુસાફરો દશેરાના તહેવારની ઉજવણી કરીને પાટનગર કાઠમંડૂ તરફ પરત જઈ રહ્યા હતા

Divyabhaskar.com

Oct 12, 2019, 04:57 PM IST

કાઠમંડૂ: નેપાળમાં એક પેસેન્જર બસ સવારે અનિયંત્રિત થઈને 50 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટ પાટનગર કાઠમંડૂ જતા રસ્તા પર થયો હતો. તેમાં 11 લોકોના મોત થઈ ગયા છે અને 108 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસના યાત્રીઓ દશેરાનો તહેવાર મનાવીને કાઠમંડૂ પરત ફરી રહ્યા હતા.

જિલ્લા અધિકારી ગોમા દેવી ચેમજોંગે જણાવ્યું કે, ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે 5 લોકોનું હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત થઈ ગયું હતું. બસ વળાંક સમયે પણ ખૂબ સ્પીડમાં હોવાથી તેને નિયંત્રણ ગુમાવી દીધું હતું.

નેપાળમાં રોડ એક્સિડન્ટ સામાન્ય વાત
નેપાળમાં રોડ એક્સિડન્ટ સામાન્ય વાત માનવામાં આવે છે. અહીં હાઈ-વેનું સમારકાર પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. તહેવારોના સમયમાં ભીડ વધતા અને રસ્તા વ્યસ્ત હોવાના કારણે એક્સિડન્ટની આશંકા રહેતી હોય છે. કાઠમંડૂ જતા રસ્તાઓ પહાડોમાંથી પસાર થાય છે. રસ્તાઓમાં ઘણાં જોખમી વળાંક પણ છે તેથી તે એક્સિડન્ટ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી