પાકિસ્તાન / નવાઝ શરીફ ઈલાજ માટે લંડન જશે, નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી ઈમરાન સરકારે નિર્ણય કર્યો

Nawaz Sharif to go to London for treatment

  • મીડિયા અહેવાલો પ્રમાણે  ભૂતપુર્વ પ્રધાનમંત્રી તેમના નાના ભાઈ શહબાઝ શરીફ સાથે લંડન જશે.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે લંડનથી ઈલાજ બાદ 27મી નવેમ્બરના રોજ નવાઝ શરીફ પાકિસ્તાન પરત આવશે.
  •  બે સપ્તાહ સુધી નવાઝનો સર્વિસ હોસ્પિટલમાં ઈલાજ થયો, ત્યારબાદ તેમના ઘરમાં જ ICU ની વ્યવસ્થા કરવામાં આવી.

Divyabhaskar.com

Nov 10, 2019, 03:13 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સોમવારે ઈલાજ માટે લંડન જશે. સૂત્રોએ તેમની હવાઈ ટીકિટની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઈલાજ બાદ 27મી નવેમ્બરના રોજ તેઓ દેશ પરત આવશે. દરમિયાન વડાપ્રધાનમંત્રી ઈમરાન ખાનના એડિશનલ આસિસ્ટન્ટ નઈમ ઉલ હકે મીડિયાને માહિતી આપી હતી કે સરકારે શરીફના અહેવાલોની તપાસ કરી છે. તેમના ખરાબ આરોગ્યને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે દરેક પાકિસ્તાનીનો અધિકાર છે કે તે પોતાને તંદુરસ્ત રાખવા ઈલાજ કરાવે. હવે અદાલતે નક્કી કરવાનું છે કે શરીફને ઈલાજ માટે કેટલો સમય આપવામાં આવે. ભૂતપુર્વ પ્રધાનમંત્રીનો બે સપ્તાહ સુધી સર્વિસ હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના ઘરે જ ICU ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલવાસ સમયે તેમના પ્લેટલેટ્સ 2000 થઈ ગયા હતા. ત્યારબાદ 69 વર્ષના શરીફને 22મી ઓક્ટોબરના રોજ સર્વિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નવાઝ 8 સપ્તાહના જામીન પર છે

પાકિસ્તાની મીડિયા અહેવાલો પ્રમાણે ભૂતપુર્વ વડાપ્રધાન તેમના નાના ભાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના અધ્યક્ષ શહબાઝ શરીફ સાથે લંડન જશે. આ અગાઉ નવાઝ લાહોરમાં જ ઈલાજ કરાવવા ઈચ્છતા હતા. શરીફને અલ-અજીજિયા સ્ટીલ મિલ્સ કેસમાં સાત વર્ષની જેલની સજા કરવામાં આવી છે.ગત સપ્તાહ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમની આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી આઠ સપ્તાહ માટે જામીન આપ્યા હતા. લાહોર હાઈકોર્ટથી પણ તેમને ચૌધરી સુગર મિલ્સ કેસમાં જામીન મળી છે.

X
Nawaz Sharif to go to London for treatment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી