પાકિસ્તાન / પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના સમર્થકોએ ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યા, કાશ્મીરમાં જેહાદની ધમકી આપી

Jaish-e-Mohammed held anti-India protests in PoK for article 370

  • પાકિસ્તાનના હિઝબુલ મુઝાહિદ્દીન અને યુનાઈટેડ જેહાદ કાઉન્સલિંગ જેવા આતંકી સમૂહોને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યા છે
  • એક જૈશ સમર્થકે કહ્યું- કોઈ પણ કાર્યવાહી શબ્દો કરતા વધારે કામ કરે છે, અમે જેહાદ માટે તૈયાર છીએ

Divyabhaskar.com

Aug 16, 2019, 11:17 AM IST

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં મુઝફ્ફરાબાદમાં શુક્રવારે આતંકી જૂથના જૈશ-એ-મોહમ્મદ સમર્થકે ભારત વિરોધી પ્રદર્શન કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત વિરુદ્ધ જેહાદ શરૂ કરવાના હેતુથી આતંકી સંગઠનોને ફરી સંગઠિત કરવામાં આવી રહ્યા છે. આતંકી સૈયદ સલાહુદ્દીન અને પાકિસ્તાની અધિકારી હિઝબુલ મુઝાહિદ્દીન અને યુનાઈટેડ જેહાદ કાઉન્સલિંગ જેવા આતંકી ગ્રૂપ લોકોને ભડકાવી રહ્યા છે. સલાહુદ્દીન હિઝબુલ તેનો મુખિયા છે.

ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એ ખતમ કર્યા પછી આતંકીઓમાં હોબાળો શરૂ થઈ ગયો છે. હિઝબુલ સમર્થકો આતંકીઓએ ગુરુવારે મુઝફ્ફરાબાગમાં પ્રેસ ક્લબ બહાર ભારત વિરોધી નારેબાજી કરી હતી. આ દરમિયાન તેમણે ભારત વિરોધી જેહાદ શરૂ કરવાની વાત પણ કરી હતી.

જૈશ સમર્થક ખાલિદ સૈફુલ્લાએ ભારત વિરુદ્ધ તેમના નફરતવાળા ભાષણમાં કહ્યું હતું કે, કોઈ પણ કાર્યવાહી શબ્દો કરતા વધારે કામ કરે છે. મારા દોસ્ત અમે બધા જેહાદ કરવા તૈયાર છીએ. સૈફુલ્લાએ રાજીવ ગાંધીના સમયમાં પણ ભારતને ધમકી આપવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ જિયા ઉલ-હકના વખાણ કર્યા હતા.

ભારત-પાકમાં પારંપરિક જંગ નહીં થાય

સૈફુલ્લાએ પહેલાં કહ્યું હતું કે, રાજીવ તમે પાકિસ્તાન પર આક્રમણ કરવા માંગો છો? ઠીક છે. આગળ વધો. પરંતુ કૃપા કરીને એ વાત યાદ રાખજો કે લોકો ચંગેઝ ખાન અને હિલાકુ ખાનને ભૂલી જશે. જિયા અને રાજીવ ગાંધીને યાદ રાખશે. કારણકે આ એક પારંપારિક જંગ નહીં હોય. પાકિસ્તાનનો ભલે વિનાશ થઈ દાય પરંતુ મુસ્લિમ ત્યારે પણ જીવતા રહેશે. કારણકે દુનિયામાં અન્ય પણ ઘણાં મુસ્લિમ દેશો છે. યાદ રાખજો ભારત માત્ર એક છે અને હું પૃથ્વી પરથી હિન્દુ ધર્મ અને હિન્દુત્વ નાબૂદ કરી દઈશ.

પાકિસ્તાનમાં આતંકીઓ જાહેરમાં રેલી કરી રહ્યા છે. પાકિસ્તાન પહેલેથી જ આંતરરાષ્ટ્રીય આતંકવાદની આર્થિક સ્થિતિનું ધ્યાન રાખનાર સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં છે.

X
Jaish-e-Mohammed held anti-India protests in PoK for article 370
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી