તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાઉદીના જેદ્દાહ બંદરની નજીક ઈરાનની ટેન્કર પર મિસાઈલ હુમલો, લાલ સાગરમાં ઓઈલ લીકેજ શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેદ્દાહ: ઈરાનના એક ઓઈલ ટેન્કર પર શુક્રવારે સાઉદી અરબના જેદ્દા બંદરગાહ નજીક મિસાઈલ હુમલો થયો હતો. ઈરાની ન્યુઝ એજન્સી આઈએસએનએના જણાવ્યા મુજબ, આ એક આતંકી હુમલો હતો. તેના કારણ ભારતને ભારે નુકસાન થયું છે. હાલ જેહાદથી લગભગ 96 કિમી દૂર છે. ક્ષતિગ્રસ્ત ટેન્કરથી લાલ સાગરમાં તેલ લીકેજ શરૂ થઈ ગયું છે. જહાજની બે ટેન્કોને નુકસાન થયું છે. જોકે તેમાં સવાર ચાલક સુરક્ષિત છે.
લાલ સાગર અને ખાડી ક્ષેત્રમાં ઓઈલ ટેન્કરો સાથે જોડાયેલી આ સૌથી તાજી ઘટના છે. માનવામાં આવી રહ્યું છે કે ઈરાન અને સઉદી અરબની વચ્ચે તણાવા વધી શકે છે. ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહેલી અમેરિકીની નૈસેનાએ પણ ટેન્કરને નુકસાન થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે હજી આ અંગેની વધુ માહિતી આપવામાં આવી નથી. સાઉદી અરબે પણ આ મામલામાં કોઈ ટિપ્પણી કરી નથી.

સાઉદીની ઓઈલ રિફાઈનરિઓ પર થયો હતો હુમલો
ખાડી ક્ષેત્રના સમુદ્ર વિસ્તારમાં ઘણાં સમયથી સાઉદી અરબ અને ઈરાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સાઉદી અરબની બે મોટી રિફાઈનરીઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થયા હતા. અમેરિકાએ આ ઘટનાઓ માટે ઈરાનને જવાબદાર ગઠાવ્યું હતું. જોકે ઈરાને હુમલામાં પોતાની ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો.
આ પહેલા મે અને જૂન મહીનામાં ખાડ ક્ષેત્રમા ઓઈલ  ટેન્કરો પર હુમલા થયા હતા. ત્યારે ઈરાને આતંરરાષ્ટ્રીય કાયદાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા ટેન્કરોએ સીમાનું ઉલ્લેઘન કર્યું હતું.
જહાજનું નામ સૈબિટી હોવાનું કહેવાઈ રહ્યું છે
ટેન્કર પર હુમલાના સમાચાર આવ્યા બાદ ક્રૂડની કિંમતમાં પ્રતિ બેરલ 1 ડોલરનો વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. મિસાઈલ હુમલાનો શિકાર બનેલા જહાજની ઓળખ સૈબિટીના રૂપમાં કરવામાં આવી છે. સૈબિટીનું છેલ્લું લોકેશન 14 ઓગસ્ટે ખાડીમાં ઈરાનના દક્ષિણ તટ પર મળ્યું હતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો