નવી દિલ્હી / અમેરિકાની 29 વસ્તુ પર ભારતે ઈમ્પોર્ટ ડ્યૂટી લાદી

India imposes import duty on 29 items

  • 21 જૂનથી અમલ, અમેરિકાએ જીપીએસ દરજ્જો પાછો ખેંચતા જવાબમાં ભારતે ભરેલું પગલું

Divyabhaskar.com

Jun 15, 2019, 12:31 AM IST

નવી દિલ્હી: એક તરફ અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યું છે ત્યારે ભારત પણ અમેરિકાથી આયાત થતી 29 વસ્તુઓ પર 21 જૂનથી આયાત ડ્યૂટી લાદશે. આ વસ્તુઓમાં બદામ, અખરોટ, દાળોનો સમાવેશ થાય છે. નાણામંત્રાલય આ અંગે ટૂંકમાં જ નોટિફિકેશન બહાર પાડશે. આ પહેલાં ભારત અમેરિકાની વસ્તુઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય 7 વખત ટાળી ચૂક્યું છે. ભારતે આમ તો ગત વર્ષે જૂનમાં અમેરિકી વસ્તુઓ પર ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો હતો.

ભારતે કેમ નિર્ણય લીધો?
અમેરિકાએ ભારતને 44 વર્ષ પહેલાં આપેલો વેપારમાં પ્રાથમિક્તાનો દરજ્જો (જીપીએસ)જૂનના પ્રારંભે પાછો ખેંચી લીધો. ટ્રમ્પ સરકારે કહ્યું કે 5 જૂનથી ભારતની આશરે 2000 પ્રોડક્ટ્સને આયાત ડ્યૂટીમાં અપાયેલી છૂટ રદ કરવામાં આવી છે. તેના લીધે અમેરિકામાં ભારતની વસ્તુઓ મોંઘી થઇ ગઇ.

USને જવાબ આપવા નિર્ણય
અમેરિકાએ ગત વર્ષે આ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી વધારી હતી. તેના જવાબમાં ભારતે પણ અમેરિકાના સામાન પર ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો હતો.

17-18માં 1.8 કરોડની આયાત
ભારતે અમેરિકાથી 2017-18માં 1865 અબજ રૂપિયાનો સામાન આયાત કર્યો હતો. જ્યારે ભારતે અમેરિકા ખાતે 3346 અબજ રૂપિયાના સામાનની નિકાસ કરી હતી.

કઈ વસ્તુ પર કેટલો દર લાગશે

વસ્તુ હાલનો દર પ્રસ્તાવિત દર
ચણા 30 ટકા 70 ટકા
સફરજન 50 ટકા 75 ટકા
અખરોટ 30 ટકા 120 ટકા
મસૂર દાળ 30 ટકા 70 ટકા
X
India imposes import duty on 29 items

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી