ઇંગ્લેન્ડ / સ્થાનિકો કરતા ભારત-ચીનના લોકોનો પગાર વધારે, પાક-બાંગ્લાદેશી કર્મચારિઓનો સૌથી ઓછો: રિપોર્ટ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • એક્સપર્ટ પ્રમાણે ભારતીય અને ચીનના લોકોનું શિક્ષણ બ્રિટિશો કરતા સારું, વર્કપ્લેસ પર બન્ને દેશના લોકોનું વર્તન પણ સારુ
  • નેશનલ સ્ટેટિસ્ટીક્સ વિભાગે દેશભરમાં સર્વેક્ષણ કરી આ રિપોર્ટ તૈયાર કર્યો
  • બાંગ્લાદેશી અને પાકિસ્તાની કર્મચારીઓ સ્થાનિક યુવકોની એવરેજ કમાણીનો લગભગ પાંચમો ભાગ કમાય છે

Divyabhaskar.com

Jul 14, 2019, 12:05 PM IST

લંડન: ઇંગ્લેન્ડમાં રહેતા ચીન અને ભારતીય સમૂહના લોકો સ્થાનિક યુવાઓની સરખામણીએ વધુ પૈસા કમાય છે.  જ્યારે બાંગ્લાદેશી અને પાકિસ્તાની કર્માચારીઓની એવરેજ કમાણી સૌથી ઓછી છે. નવા સરકારી આંકડાઓમાં આ જાણકારી સામે આવી છે. યુકેના સ્ટેટિસ્ટીક્સ વિભાગે 2012 થી 2018 સુધી રોજગારના આંકડાઓનું વિશ્લેષણ કર્યું.

દેશ કમાણી
ચીન 1350 રૂ.
ભારત 1152 રૂ.
મિશ્રીત 1055 રૂ.
શ્વેત મિશ્રિત 1050 રૂ.
અન્ય એશિયન 987 રૂ.
અન્ય આફ્રીકન, કેરેબિયન, બ્રિટિશ 933 રૂ.
પાકિસ્તાન 855 રૂ.
બાંગ્લાદેશ 821 રૂ.

પ્રતિ કલાકના પગારમાં અસમાનતા-રિપોર્ટ

આંકડાઓમાં સ્થાનિક, ચાઇનીઝ, ભારતીય અને અન્ય મિશ્રિત સમૂહો વચ્ચે પ્રતિ કલાકના હિસાબે આવકમાં અસમાનતા જોવા મળી. રિપોર્ટ પ્રમાણે ચાઇનીઝ કર્મચારી એક કલાકમાં લગભગ 1350 રૂપિયા કમાય છે જ્યારે સ્તાનિક બ્રિટિશ યુવકોને લગભગ 1030 રૂપિયા મળે છે. બીજી તરફ ભારતીય કર્મચારી 1152 રૂપિયા કમાય છે.


રિપોર્ટમાં જણાવાયું છે કે બાંગ્લાદેશી અને પાકિસ્તાની યુવકોની દરેક કલાકની કમાણી લગભગ 821 અને 855 રૂપિયા છે. ભારતીય અને સ્તાનિક યુવકો વચ્ચે આ અંતર 2012થી લગાતાર બનેલું છે. 2018માં ભારતીયોની કમાણી સ્થાનિક લોકોથી 102 ટકા જ્યારે ચીનના લોકોની 30 ટકા વધુ હતી.


રિપોર્ટ પ્રમાણે ભારતીય પુરુષ મહિલાઓની સરખામણીએ 23.3 ટકા વધારે કમાય છે જ્યારે ચીની પુરુષોએ મહિલાઓની સરખામણીએ 19.1 ટકા વધારે કમાણી કરી છે. બીજી તરફ શ્વેત બ્રિટિશ અને અશ્વેત બ્રિટિશ, આફ્રિકન અને કેરેબિયન શ્રમિકો વચ્ચે માત્ર 3.3 %નો ફરક છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી