પાકિસ્તાન / ઈમરાનને લાગ્યો ડર, કહ્યું- POK હવે ભારતના નિશાન પર, કાશ્મીર મોદીની અંતિમ ભૂલ હશે

  • ગભરાયેલા પાકિસ્તાનની શેખી-અમારી સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે
  • વિશ્વ ચૂપ કેમ? યુદ્ધ થશે તો વિશ્વ જ જવાબદાર-ઇમરાન

Divyabhaskar.com

Aug 15, 2019, 03:39 AM IST

ઇસ્લામાબાદ / મુજફ્ફરબાદ: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં કરાયેલા પરિવર્તન પછી અકળાયેલા પાકિસ્તાનને હજુ પણ ઝેર ઓકવાનું ચાલું રાખ્યું છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીઓકેની વિધાનસભાને સંબોધતા પાક. વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો સમગ્ર વિશ્વ જવાબદાર હશે. તેમને ડર વ્યક્ત કરતા કહ્યું હતું કે બાલાકોટથી પણ વધુ ખતરનાક પ્લાન ભારત કરી રહ્યું છે. બીજીબાજુ પાક. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ કહ્યું કે અમે કાશ્મીરીઓને એકલા નહીં છોડીએ. તેઓ અમારા છે. અમે ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જંગ ચાલુ રાખીશું. તો બીજીબાજુ પાક. આર્મી ચીફ બાજવાએ કહ્યું કે તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. દુશ્મનના ઇરાદાની તેમને જાણ છે. કાશ્મીરીઓ માટે અમે એક મજબૂત દીવાલ તરીકે ઊભા રહીશું.

અમારી પાસે માહિતી છે કે મોદીએ બાલાકોટથી પણ ખતરનાક પ્લાન બનાવી રાખ્યો છે
પીઓકે વિધાનસભામાં ઇમરાન ખાને કહ્યું કે, અમારી પાસે માહિતી છે. સિક્યુરિટી મીટિંગ થઈ છે. પાકિસ્તાનની ફોજને સંપૂર્ણપણે ખ્યાલ છે કે આમને યોજના બનાવી છે કે આઝાદ કાશ્મીર (પીઓકે)માં પગલાં ભરશે. જે રીતે પુલવામા પછી તેમણે બાલાકોટમાં પગલાં ભર્યા હતા તેનાથી પણ વધુ ખતરનાક યોજના બનાવી હોવાની માહિતી અમારી પાસે છે. હું નરેન્દ્ર મોદીને પડકાર આપું છું કે તેઓ એક્શન લે. અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. પાક. આર્મી તૈયાર છે, લોકો તૈયાર છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી