નાપાક / ‘યુવાનોએ LOC પર ક્યારે જવું તે હું કહીશ’-પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન

ઇમરાન ખાનની ફાઇલ તસવીર

  • POKરેલીમાં પાક. પીએમએ ઝેર ઓક્યું
  • ઇમરાનની રેલી સંપૂર્ણપણે ફ્લોપ રહી

Divyabhaskar.com

Sep 14, 2019, 11:51 AM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદમાં યોજેલી એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે ઇસ્લામના સમ આપીને ખુલ્લેઆમ યુવાનોને ઘૂસણખોરી કરવા ઉશ્કેર્યા હતા. જો કે ઇમરાનની આ રેલી સંપૂર્ણપણે ફ્લોપ રહેવા પામી હતી. લોકોને રાવલપિંડી અને એબોટાબાદમાંથી ટ્રકોમાં ભરી ભરીને લાવવામાં આવ્યા હતા.

કાશ્મીરનો ઉકેલ નહીં આવે તો તેની અસર સમગ્ર વિશ્વમાં થશે
ઇમરાને કહ્યું કે અહીંના યુવાનોમાં ઉત્સાહ છે, જુસ્સો છે. એલઓસી તરફ તમે જરૂર જાવ પણ એ માટેનો સમય હું આપને જણાવીશ. પહેલાં હું યુએનમાં જઈશ અને ત્યાં વિશ્વના નેતાઓને કાશ્મીર અંગે જણાવીશ. કાશ્મીરનો કેસ લડવા દો, કાશ્મીરનો ઉકેલ નહીં આવે તો તેની અસર સમગ્ર વિશ્વમાં થશે. મુસ્લિમ દેશોની ટીકા કરતા કહ્યું કે તેમના આર્થિક હિત ભારત સાથે સંકળાયેલા હોવાથી તેઓ પણ વિરોધ નથી કરતા. હકીકતમાં કાશ્મીર આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે અને પાકિસ્તાનને આ મુદ્દે ખૂબ સમર્થન મળી રહ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી