ફ્રાન્સ / ગૂગલ 4 વર્ષ જૂના ટેક્સ વિવાદનો ઉકેલ લાવવા રૂ. 7600 કરોડની ચૂકવણી કરશે

Google will settle year old tax dispute Rs. 7600 crores

  • ગૂગલ પર 2011થી 2014 સુધી ફ્રાન્સમાં ટેક્સ ચોરીનો આરોપ હતો, 2015માં તપાસ શરૂ થઈ હતી
  • પ્રતિસ્પર્ધાના નિયમ તોડવાથી ગયા વર્ષે પણ રૂ. 34 હજાર કરોડનો દંડ લાગ્યો હતો

Divyabhaskar.com

Sep 13, 2019, 04:20 PM IST

પેરિસ: ગૂગલ ફ્રાન્સમાં ટેક્સ સાથે જોડાયેલા વિવાદના સેટલમેન્ટ અંતર્ગત 96.5 કરોડ યૂરો (7,600 કરોડ રૂપિયા) ચૂકવશે. 2011થી 2014 વચ્ચે ટેક્સ સંબંધી દગાખોરી મામલે કોર્ટમાં આ સમજૂતી થઈ છે. પેરિસ કોર્ટ ઓફ અપીલે ગૂગલને 50 કરોડ યૂરોની ચૂકવણી કરવા અને 46.5 કરોડ યૂરો વધારે ચૂકવવાનો આદેશ આપ્યો છે. 2015માં ગૂગલ વિરુદ્ધ તપાસ શરૂ થઈ હતી.

ફ્રાન્સના નાણાપ્રધાને કહ્યું કે- સેટલમેન્ટ ઐતિહાસીક, વિવાદનો એક યુગ ખતમ થયો
ગૂગલ પર આરોપ છે કે, તેણે ફ્રાન્સમાં વેપારી ગતિવિધિયોની પૂરી માહિતી આપી નથી અને ટેક્સ ચોરી કરી છે. કંપનીએ મોટા ભાગનો બિઝનેસ આયરલેન્ડમાં દર્શાવ્યો છે અને સંપૂર્ણ ટેક્સ ભર્યો નથી. કોર્ટે કહ્યું છે કે, એગ્રીમેન્ટ થવાથી ગૂગલ વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી નહીં થાય. ફ્રાન્સની મીડિયાના જણાવ્યા પ્રમાણે, ત્યાંના નાણામંત્રી ગેરાલ્ડ દારમેનિને કહ્યું છે કે, આ ઐતિહાસીક સેટલમેન્ટ છે. આનાથી વિવાદનો એક યુગ ખતમ થશે. અન્ય કંપનીઓ વિરુદ્ધ પણ આવા કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. અમુક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

6 મહિના પહેલાં પણ 11,600 કરોડનો દંડ લાગ્યો હતો
માર્ચમાં યૂરોપિયન યૂનિયને ગૂગલ પર 150 કરોડ યૂરો (11,600 કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો હતો. સ્પર્ધક કંપનીઓને ઓનલાઈન સર્ચમાં બ્લોક કરવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. યૂરોપિયન કમીશને ગયા વર્ષે રેકોર્ડ 430 કરોડ યુરો (34 હજાર કરોડ)નો દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ અને ટેબલેટ નિર્માતાઓ માટે ગૂગલે તેમને ઓપરેટિંગ સિસ્ટમ પ્રી-ઈન્સ્ટોલ કરવાની શરત મૂકી હતી. આ મામલે યૂરોપિયન કમિશને કાર્યવાહી કરી હતી.

X
Google will settle year old tax dispute Rs. 7600 crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી