• Home
  • International
  • Four persons associated with Hafiz Saeed arrested by Counter Terrorism Department

પાકિસ્તાન / બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

Four persons associated with Hafiz Saeed arrested by Counter Terrorism Department

  • ટેરર ફંડિંગ મામલે ધરપકડ કરવામાં આવેલા ચારેય માણસો જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોઈબાના સભ્યો છે
  • ટેરર ફંડિંગ પર નજર રાખનાર સંસ્થા એફએટીએફની 12થી 15 ઓક્ટોબર વચ્ચે પેરિસમાં મહત્વની મુલાકાત

Divyabhaskar.com

Oct 11, 2019, 09:43 AM IST

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે.

  • થોડા દિવસ પહેલાં એફએટીએફ સાથે જોડાયેલા એશિયા પેસિફિક ગ્રૂપ (એપીજી)એ સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાને યુએનએસસીઆર 1267ના નિયમોને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. તેઓ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સહિત અન્ય આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. આમ, આગામી સપ્તાહે પેરિસમાં થનારી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ચમાંથી કાઢીને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. આ બેઠક 12થી 15 ઓક્ટોબરની વચ્ચે થવાની છે.
  • એપીજીએ 228 પેજના રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં 40માંથી 32 પેરામિટર નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાનને આઈએસઆઈ, અલકાયદા, જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકી સંગઠનો વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ મામલેની ઓળક કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ એવું ન થયું.

ચારેય આતંકીઓની ટેરર ફંડિંગ મામલે ધરપકડ
પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના પ્રવક્તાએ કહ્યું કે, જમાત-ઉદ-દાવા અને લશકર સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ આ કાર્યવાહી નેશનલ એક્શન પ્લાન (એનએપી) અંતર્ગત જરૂરી હતા. પંજાબ પ્રાંતના સીટીડીએ ચારેય પર ટેરર ફંડિંગનો આરોપ લગાવ્યો છે. સીટીડીના જણાવ્યા પ્રમાણે જમાત અને લશકરના મુખિયા હાફિઝ સઈદ પહેલાંથી જ ટેરર ફંડિંગ મામલે જેલમાં બંધ છે. હવે તેની સાથે જોડાયેલી લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બ્લેક લિસ્ટ થશે તો ધિરાણ લેવામાં પાકિસ્તાનને મુશ્કેલી થશે
બ્લેક લિસ્ટ થતા આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ, વિશ્વ બેન્ક અને યુરોપીય સંઘ પાકિસ્તાનની નાણાકીય શાખનું ગ્રેડિંગ વધારે ઘટાડે તેવી શક્યતા છે. આ સંજોગોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. એફએટીએફએ પાકિસ્તાનને સતત ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. આ કેટેગરીના દેશને ધિરાણ આપવામાં જોખમ માનવામાં આવે છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ધિરાણકરતાં દેશોએ પાકિસ્તાનની આર્થિક મદદમાં ઘટાડો કર્યો છે. તેના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે નબળી થઈ છે.

X
Four persons associated with Hafiz Saeed arrested by Counter Terrorism Department

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી