અમેરિકા / UN માં અમેરિકાની ભૂતપુર્વ રાજદૂત નિકી હેલીનો ખુલાસો- 2 પ્રધાનોએ મને ટ્રમ્પને નજરઅંદાજ કરવા કહ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકી હેલી -(ફાઈલ ફોટો)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકી હેલી -(ફાઈલ ફોટો)

  • ભારતીય મૂળની નિકી હેલીએ તેના પુસ્તક વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ માં આ ખુલાસો કર્યો
  • હેલીએ આશરે 2 વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર (UN)માં અમેરિકી રાજદૂતની જવાબદારી નિભાવી હતી

Divyabhaskar.com

Nov 11, 2019, 01:18 PM IST

ન્યૂ યોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજ નિભાવનાર નિકી હેલીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ પોતાના પુસ્તકમાં અનેક ખુલાસા કર્યા છે. હેલીએ જણાવ્યું હતું કે કેવી રીતે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના સહયોગી મંત્રીઓએ રાષ્ટ્રપતિને દેશ-વિદેશ સાથે સંકળાયેલ બાબતો પર નજરઅંદાજ કર્યા. હેલીએ પુસ્તક with all due respect માં ખુલાસો કર્યો છે કે ભૂતપુર્વ વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન અને વ્હાઈટ હાઉસમાં ચીફ ઓફ સ્ટાફ રહેલા જોન કેલીએ તેમના કેટલાક મુદ્દા પર ટ્રમ્પને નજરઅંદાજ કરવા માટે પણ કહ્યું હતું.

ભારતીય મૂળની નિકી હેલી ગત વર્ષ ઓક્ટોબરમાં તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે જાન્યુઆરી,2017માં UN માં અમેરિકાના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે ટ્વીટ કરી તેમને ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવી હતી.

પ્રધાનોએ કહ્યું- તેમનો ચુકાદો રાષ્ટ્રહિતમાં, ટ્રમ્પ માટે નહીં

હેલીના મતે કેલી અને ટિલરસને તેમને ત્યાં સુધી વિશ્વાસમાં લીધા હતા કે તેમણે ટ્રમ્પની વાત નહીં માનવા કહેવામાં આવ્યું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે તેનો અર્થ રાષ્ટ્રપતિને નજરઅંદાજ કરવાનો નહીં પરંતુ દેશને બચાવવા માટે છે.બન્ને નેતા કહેતા હતા કે તેમના નિર્ણય અમેરિકી હીતોમાં છે, નહીં કે ટ્રમ્પના હિતમાં, કારણ કે રાષ્ટ્રપતિ એ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. હેલીએ જણાવ્યું હતું કે એક સમયે ટિલરસને તેમને કહ્યું હતું કે જો રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોઈ દેખરેખ વગર છોડી દેવામાં આવે તો લોકો મરશે.

પોતાના સડયંત્રમાં મને સામેલ ન કરોઃ હેલી

હેલીએ જણાવ્યું હતું કે હું બન્ને પ્રધાનોની વાત માનવાનો ઈન્કાર કરી દીધો અને તેને ખતરનાક બવાલે. તેમણે રાષ્ટ્રપતિને નજર અંદાજ કરવા હતા તો તેમને આ વાત ટ્રમ્પને જાતે જ કરવી જોઈતી હતી. મને આ સાજીસમાં સામેલ કરવા માટે કહેવાની જરૂર ન હતી. હેતીના મતે પ્રદાનોએ તેમના મતભેદ અંગે રાષ્ટ્રપતિ સાથે વાત કરી ઉકેલવાની જરૂર હતી, પરંતુ તેમણે કમજોર કરવાનો નિર્ણય ઘણો ખતરનાક હતો અને કાયદાનું ઉલ્લંઘન કરનાર હતો. તે અમેરિકી નાગરિકોની વિરોધમાં હતી.

વ્હાઈટ હાઉસના અધિકારી એક સાથે રાજીનામુ આપવા માગતા હતા

હેલીએ વધુમાં જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસના કેટલાક અધિકારીઓ ટ્રમ્પના વર્તન તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે એક સાથે રાજીનામુ આપવા પણ વિચાર કરતા હતા. આ અગાઉ સપ્ટેમ્બર,2018માં વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર બોબ વુડવર્ડે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનના કેટલાક વરિષ્ઠ પ્રધાન તેમના મેજથી મહત્વના દસ્તાવેજ હટાવી રહ્યા હતા. કેટલાક અન્ય પુસ્તકમાં પણ પત્રકારોને વ્હાઈટ હાઉસમાં ટકરાવ અને ગુટબંધીનો ખુલાસો કર્યો હતો.


X
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકી હેલી -(ફાઈલ ફોટો)અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકી હેલી -(ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી