ડેટાલીક / ફેસબુક પર અમેરિકન ફેડરલ ટ્રેડ કમીશને રૂ. 34 હજાર કરોડનો દંડ લગાડવાની ભલામણ કરી

Facebook slapped with $5 billion fine for privacy lapses News and updates

  • દંડ પર અંતિમ નિર્ણય અમેરિકાના ન્યાય વિભાગ તરફથી લેવામાં આવશે
  • કોઈ ટેક કંપની પર ફેડરલ ટ્રેડ કમીશન તરફથી આ સૌથી મોટો ડંડ છે
  • 2018ની કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ પછી એફટીસીના ઝુકરબર્ગથી ડેટા લીક વિશે પૂછપરછ કરી હતી

Divyabhaskar.com

Jul 13, 2019, 04:07 PM IST

વોશિંગ્ટન: અમેરિકન નિયમને (રેગ્યુલેટર્સ) ફેબસુક પર ડેટા સુરક્ષીત અને અંગતતાનું ઉલ્લંઘન મામલે તપાસ કર્યા પછી કંપની પર 5 અબજ ડોલર (અંદાજે રૂ. 34 હજાર કરોડ)નો દંડ લગાવવાની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકન વેપારનું ધ્યાન રાખતી ફેડરલ ટ્રેડ કમીશન (એફટીસી)ને માર્ચ 2018માં ફેસબુક પરથી ડેટા લીક કેસની તપાસ શરૂ કરી હતી. તેમાં ફેસબુકને યુઝર્સની અંગતતા અને સુરક્ષામાં ખામી મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

ફેસબુકની ડેટા પ્રાઈવેસી મુખ્ય સવાલ
અમેરિકન ન્યૂઝ પેપર ધી વોલ સ્ટ્રીટ જનરલ પ્રમાણે ફેસબુક પર 2018માં બ્રિટિશ કન્સલ્ટનસી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાને તેમના કરોડો યુઝર્સનો ડેટા આપવાનો આરોપ લગાવ્યો હતો. તેના પછીથી જ તેની ડેટા પ્રાઈવસી અને યુઝર સિક્યોરિટીના મુદ્દા પર સવાલ ઉભા થયા છે. માર્ક ઝુકરબર્ગને આ મામલે અમેરિકન સાંસદ સામે રજૂ થવું પડ્યું હતું. એફટીસીએ તે પછી ફેસબુક પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ શરૂ કરી દીધી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુકે તેના વિરુદ્ધ તપાસ શરૂ થતાં જ કાયદાકીય સમજૂતી માટે 3થી 5 અબજ ડોલર ચૂકવવાની વાત કરી હતી. એફટીસીએ પણ ઘટનાની તપાસ પૂરી કરવા માટે આ જ શરતોએ કંપની પર દંડ લગાવ્યો હતો. જોકે હજુ તેના પર અમેરિકન ન્યાય વિભાગની મંજૂરી બાકી છે.

ગૂગલ પર સાત વર્ષ પહેલાં લાગ્યો હતો રૂ. 154 કરોડનો ડોલર
કમીશન તરફથી ફેસબુક પર લગાવવામાં આવેલો દંડ કોઈ પણ ટેક કંપની પર લગાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી પેનલ્ટી છે. જોકે તે ફેસબુકની 2018ની રેવન્યુનો માત્ર 9 ટકા જ છે. આ પહેલાં એફટીસીએ 2012માં ગૂગલ પર અંગતતા મામલે 2.25 કરોડ ડોલર (અંદાજે રૂ. 154 કરોડ)નો દંડ ફટકાર્યો હતો.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક વિવાદ
ફેસબુકે ગયા વર્ષે માર્ચમાં બ્રિટિશ કન્સલ્ટનસી ફર્મ કેમ્ર્બિજ એનાલિટિકાને 8.7 કરોડ યૂઝર્સનો ડેટા લીક કર્યો હોવાની વાત સ્વીકારી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ માહિતીનો ઉપયોગ 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્યો હતો. એફટીસી સિવાય અમેરિકન રેગ્યુલેટર્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પણ તેની તપાસ કરી રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે 2018માં આ મામલે એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો. તે પ્રમાણે ફેસબુકે યુઝર્સના જેટલા ડેટા લીક કર્યા હોવાની વાત સ્વીકારી હતી હકીકતમાં તેના કરતાં વધારે ડેટા લીક કરવામાં આવ્યા હતા.

X
Facebook slapped with $5 billion fine for privacy lapses News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી