તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Ethiopian PM, Who Has Been An Intelligence Officer, Brought A Statement Of Peace To The Nobel Peace Prize For 20 Years In Eritrea.

ઈન્ટેલિજેન્સ અધિકારી રહી ચૂકેલા ઈથિયોપિઆના PMને શાંતિનું નોબેલ, ઈરીટ્રિયામાં 20 વર્ષથી ચાલી રહેલા વિવાદનો નિવેડો લાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 2018માં વડાપ્રધાન બન્યા બાદ અબિયએ ઈરીટ્રિયા સાથે શાંતિ વાર્તા શરૂ કરી
 • 2018માં શાંતિનો નોબેલ કાંગોના ડેનિસ મુકાબે અને ઈરાકની નાદિયા મુરાદને સંયુક્ત રીતે આપવામાં આવ્યો

ઓસ્લોઃ 2019નો શાંતિ નોબેલ ઈથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદ અલીને(43) આપવામાં આવ્યો હતો. અબિય અહમદ અલીએ પડોશી દેશ ઈરીટ્રિયા સાથે સરહદ વિવાદનું સમાધાન લાવવા માટે પગલા ભર્યા હતા. નોર્વેજિયન નોબેલ સમિતિએ આ પ્રયાસ માટે અબીયને નોબેલ પુરસ્કાર આપ્યો હતો. 
 
નોર્વેજિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે કરાયેલા પ્રયાસો માટે નોબેલથી સન્માનિત કરાયા છે. અબિયને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે. 
 

અબિય આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા
અલી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા. તેમણે દેશમાં મોટા પાયે આર્થિક અને રાજકીય સુધારા લાગુ કર્યા હતા. તેમણે ઈથિયોપિયાએ તેના પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે નોબેલ આપવા આ જ સૌથી મોટું કારણ બન્યું છે. અબિય 2018માં વડાપ્રધાન બન્યા હતા, ત્યારે તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈરીટ્રિયા સાથે શાંતિ વાર્તાને ફરી શરૂ કરશે. ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરફી સાથે અબિયે શાંતિ કરાર માટે ઝડપથી કામ કર્યું અને બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને ખતમ કર્યો હતો. 
 

શાંતિના નોબેલ પુરસ્કાર સાથે સંકળાયેલા તથ્યો 

 • 1901થી 2018 સુધી કુલ 99 શાંતિ નોબેલ પુરસ્કાર અપાયા છે. જે 133 લોકો/ સંસ્છાને આપવામાં આવ્યા છે. 19 અવસર પર તેની જાહેરાત થઈ શકી ન હતી.
 • શાંતિના નોબેલ પુરસ્કારથી કુલ 17 મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. 89 પુરુષોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે 27 સંગઠનોને શાંતિનો નોબેલ આપવામાં આવ્યો છે.
 • પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ(17) સૌથી ઓછી ઉંમરની વિજેતા છે. જેને 1995માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
 • શાંતિનો નોબેલ અત્યાર સુધી બે ભારતીય મધર ટેરેસાને 1979માં અને કૈલાશ સત્યાર્થીને 2014માં આપવામાં આવ્યો હતો
 • વર્ષ 2018 માટે આ પુરસ્કાર કાંગોના ડેનિસ મુકાબે અને ઈરાકની નાદિયા મુરાદને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.

મલાલા યુસુફજઈ નાની ઉંમરમાં જ નોબેલ વિજેતા બન્યા
મલાલા યુસુફજઈએ સૌથી નાની ઉંમરમાં નોબેલ પુરસ્કાર હાંસિલ કર્યો હતો. તેમણે 17 વર્ષની ઉંમરમાં 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની રહેવાસી મલાલા સામાજિક કાર્યકર્તા છે. મલાલાને પાકિસ્તાનમાં મહિલાઓ માટે શિક્ષણ ફરજીયાત કરાવવાની માંગ બાદ તાલિબાનીઓએ તેમની ગોળીનો નિશાનો બનાવતા શિકાર થવું પડ્યું હતું. આ વખતે સ્વીડનની ક્લાઈમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થન્બર્ગને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો તેના નામની જાહેરાત કરવામાં આવે તો સૌથી ઓછી ઉંમરની વિજેતા હશે.

51 મહિલાઓ નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત થઈ ચુકી છે
1901થી માંડી 2018 સુધી 51 મહિલાઓ નોબેલ પુરસ્કારથી સન્માનિત થઈ ચુકી છે. મેડમ ક્યૂરીને બે વખત આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1903માં ભૌતિકશાસ્ત્ર અને 1911માં કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ પ્રકારે અત્યાર સુધી 51 મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે.

શાંતિ માટે વિજેતાની પસંદગી નોર્વેની સંસદ કરે છે
રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઈન્સેઝ ભૌતિકી, રસાયણ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરે છે. કૈરોલિન ઈનસ્ટીટ્યૂટ, સ્ટોકહોમ, સ્વીડનમાં નોબેલ એસેમ્બલી મેડિસીન ક્ષેત્રે વિજેતાઓના નામની જાહેરાત કરે છે. સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર સ્વીડીશ એકેડમી સ્ટોકહોમ, સ્વીડન દ્વારા આપવામાં આવે છે અને શાંતિનો નોબેલ પુરસ્કાર નોર્વેની સંસદ દ્વારા પસંદ કરાયેલી સમિતિ આપે છે.

શા માટે આપવામાં આવે છે આ નોબેલ પુરસ્કાર?
અલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનમાં 21 ઓક્ટોબર 1833ના રોજ થયો હતો. અલ્ફ્રેડ રસાયણશાસ્ત્રી અને એન્જિનીયર હતા. 10 ડિસેમ્બર 1896ના રોજ ઈટલીના સૌન રેમોમાં અલ્ફ્રેડ નોબેલનું નિધન થયું હતું. યુદ્ધમાં ભારે વિનાશક સંશોધનો અંગે અલ્ફ્રેડ નોબેલને ખુબ પસ્તાવો હતો. એટલા માટે તેમને તેમની સંપત્તિનો ઉપયોગ માનવ હિત માટે કરાયેલા સંશોધનો પાછળ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે તેમના વસીયતનામામાં દર વર્ષે ભૌતિકશાસ્ત્ર, રસાયણ, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.

નોબેલ પુરસ્કારમાં શું મળે છે?
નોબેલ પુરસ્કારના દરેક વિજેતાને અંદાજે સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ સાથે 23 કેરેટ સોનામાંથી બનાવાયેલું 200 ગ્રામનું ચંદ્રક અને પ્રસંશાપત્ર પણ આપવામાં આવે છે. ચંદ્રક સાથે નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબેલની છબી, તેમનો જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. ચંદ્રકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનારા વ્યક્તિ અંગેની માહિતી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો