સંયુક્ત રાષ્ટ્ર / કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો, યૂએનમાં ગુપ્ત બેઠક કરવાનો અનુરોધ કર્યો

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે

  • યૂએનએસસીના અધ્યક્ષ જોઆના રોનેકાએ જણાવ્યું કે બેઠકમાં શુક્રવાર સુધીનો સમય લાગી શકે છેૉ
  • ચીને યૂએનએસસીને બંધ બારણે બેઠક કરવાનું સત્તાવાર નિવેદન કર્યું
  • રશિયાએ ભારતનું સમર્થન કરતા કહ્યું હતું કે કાશ્મીર પર લેવાયેલો નિર્ણય બંધારણીય હતો

Divyabhaskar.com

Aug 15, 2019, 02:07 PM IST

ન્યૂયોર્ક: જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં(યૂએનએસસી) આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. યૂએનએસસીના અધ્યક્ષ જોઆના રોનેકાએ બુધવારે જણાવ્યું કે ભારતના આ નિર્ણય વિશે ચીને આ સત્રનો અનુરોધ કર્યો હતો. ચીન પરિષદનું સ્થાયી સદસ્ય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રો પ્રમાણે યૂએનએસસીની બેઠક શુક્રવારે થશે.

રોનેકાએ જણાવ્યું કે આ સત્રનું આયોજન શુક્રવાર 16 ઓગષ્ટના થઇ શકે ચે. આ પહેલા પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારતના કાશ્મીર અંગે લેવાયેલા નિર્ણય પર તાત્કાલિક એક સત્ર બોલવવાનો અનુરોધ કર્યો હતો. ચીને પાકિસ્તાનનો સાથ દેતા આ મામલે ગુપ્ત બેઠકની વાત કહી હતી.

ભારતનો નિર્ણય બંધારણીય-રશિયા

ચીનનીય યાત્રાથી પાછા ફરેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું હતું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યૂએનએસસીમાં પૂર્ણ સમર્થન આપવાનો ભરોસો આપ્યો છે. બીજી તરફ પરિષદના અન્ય સ્થાયી સભ્ય રશિયાએ ભારતના આ નિર્ણયને બંધારણીય જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેને એ રીતે જ નિપટાવવો જોઇએ. યુએઇએ પણ આ મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.

કોઇ પણ આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન નથી કર્યું- ભારત

પાકિસ્તાન કાશ્મીર મુદ્દે વિશ્વને સામેલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતના કાશ્મીર અંગેના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખતરો ઉત્પન્ન થયો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ દેશનો આંતરિક મામલો છે અને કોઇ આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

X
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેપાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી