આરોપ / ચીન ઉઇગર મુસલમાનોની સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવામાં ઓતપ્રોત, કબ્રસ્તાન પર બનાવે છે પાર્કિંગ અને મેદાન

કબ્રસ્તાનની સેટેલાઇટ તસવીર
કબ્રસ્તાનની સેટેલાઇટ તસવીર

  • ચીન સરકાર ઉઇગરોની મસ્જિદો અને કબ્રસ્તાનોને તોડી રહી છે, શોધકર્તાઓ તેને સાંસ્કૃતિક નરસંહાર કહે છે
  • ઉઇગરો સાથે અમાનવીય વ્યવહાર થવાથી ચીન-અમેરિકા વચ્ચે તણાવ, ચીની અધિકારીઓને વિઝા ન આપાવાની જાહેરાત
  • ચીનનું કહેવું છે- શિનજિયાંગ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર, અહીં કટ્ટરવાદને રોકવા માટે ઉઇગરોને શિક્ષિત કરાઇ રહ્યાં છે

Divyabhaskar.com

Oct 12, 2019, 06:11 PM IST

બેજિંગ: ચીનની સરકાર શિનજિયાંગ પ્રાતમાં રહેનારા ઉઇગર મુસલમાનોના પૂર્વજોની કબરોને નષ્ટ કરી રહી છે. ટીકાકારોનું કહેવું છે કે અલ્પસંખ્યક સમુદાયની સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવા માટે ત્યાં કાર પાર્કિંગ અને ખેલનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ અમુક સેટેલાઇટ તસવીરો સામે આવી છે જેમાં નવા પાર્ક દેખાઇ રહ્યા છે. બીજી તરફ અમેરિકાએ ઉઇગરો સાથે અમાનવીયતાને લઇને ચીનના અધિકારીઓને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અમેરિકાના વાણિજ્ય વિભાગે એ આરોપ પણ લગાવ્યો કે ઉઇગર મુસલમાનોનું બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે અમે દમનકારી નીતિ વાળા લોકો માટે વિઝા જાહેર નહીં કરીએ. માનવાધિકારોનું સંરક્ષણ અત્યંત જરુરી છે. દરેક દેશને તેના માનવાધિકારોની ફરજ અને પ્રતિબદ્ધતાનું સન્માન કરવું જોઇએ. અમેરિકા તેનો જવાબ આપવા માટે ચીનના અધિકારીઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.

ઉઇગર મુસલમાનોની મસ્જિદો તોડવામાં આવી રહી છે

ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝ પ્રમાણે ચીન સરકાર ઉઇગર મુસલમાનોની મસ્જિદો તોડી રહી છે. બાળકોને માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યા છે. અમુક શોધકર્તાઓએ તેને સાંસ્કૃતિક નરસંહાર કહ્યો છે. ત્યાં રહેતા એક ઉઇગર મુસલમાન સલીહ હુદૈયરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમારા સમુદાયના કબ્રસ્તાનમાં જ્યાં તેમના દાદા-દાદીને દફન કરવામાં આવ્યા હતા તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. સરકાર અમારો ઈતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક અભિયાન અંતર્ગત અમારી સાંસ્કૃતિક ઓળખને ખતમ કરવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટર્સે નષ્ટ કરવામાં આવેલા કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી . ત્યાં હાડકાં મળ્યા હતા. ઇન્ડિપેન્ડન્ટ ફોરેન્સિક જાણકારોએ જણાવ્યું કે તે માનવ અવશેષ હતા. પ્રસિદ્ધ લોકોની કબરોને પણ તોડવામાં આવી છે. પ્રમુક ઉઇગર કવિ લુત્પુલ્લા મુટલિપને જ્યાં દફનાવાયા હતા તે જગ્યા હવે માનવનિર્મિત તળાવ, નકલી પાન્ડા અને બાળકોના રમવા માટે હેપ્પીનેસ પાર્કમાં તબદીલ થઇ ગઇ છે. ચીનના અધિકારીઓએ કહ્યું કે જ્યારે કબરોને સ્થળાંતરિત કરી ત્યારે તેમને ખબર ન હતી કે મુટલિપના અવશેષોનું શું થયું.

આ પહેલા ચીનમાં ઉઇગર મુસલમાનો પર અત્યાચાર માટે કથિત રૂપથી સામેલ 28 સંસ્થાનોને અમેરિકાએ બ્લેકલિસ્ટ કરી દીધા હતા. બેન કરવામાં આવેલી સંસ્થાઓ પર ઉઇગર મુસલમાનો સાથે ક્રૂરતા અને અમાનવીયતાનો આરોપ છે. ન્યૂઝ એજન્સીએ એક રિપોર્ટના દાવાથી કહ્યું કે અમેરિકાએ આ સંસ્થાઓને દેખરેખની યાદીમાં નાખી છે. હવે તેમના પર અમેરિકાની સરકારની મંજૂરી વિના અમેરિકાની કંપનીઓથી કોઇ પણ પ્રકારની સામગ્રી ખરીદવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. લેટેસ્ટ યાદીમાં સામેલ સંસ્થાઓમાં ચીનની સરકારી એજન્સીઓ અને ટેક્નોલોજી કંપનીઓ સામેલ છે. તેમાંથી અમુક કંપની જાસૂસી ઉપકરણો પણ બનાવે છે. એક અમેરિકન રિપોર્ટ પ્રમણે ચીનના અત્યાચારનો શિકાર થનાર ઉઇગર મુસલમાનોની સંખ્યા દસ લાખ સુધી પહોંચી ગઇ છે. અમેરિકાએ આરોપ લગાવતા કહ્યું હતું કે ચીનમાં અલ્પસંખ્યક સમુદાયો પર હંમેશા નજર રાખવામાં આવે છે. તેમના પર ઘણા પ્રકારની પાબંદીઓ છે. સંયુક્ત રાષ્ટ્રે પણ ઉઇગરો સાથે થતા અમાનવીય વ્યવહાર પર ચિંતા જાહેર કરી છે.

ચીને કહ્યું- અમેરિકા અમારા આંતરિક મામલામાં દખલગીરી કરી રહ્યું છે
જોકે ચીન હંમેશાથી એ કહેતું આવ્યું છેકે શિનજિયાંગ પ્રાંતમાં વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર છે. અહીં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે જેથી કટ્ટરવાદને રોકી શકાય. બીજી તરફ અમેરિકાના નિર્ણય પર ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીને કહ્યું કે આ મુદ્દા વિશે બોલવું તે અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ છે. વિઝા પર પ્રતિબંધ લગાવીને અમેરિકા આંતરરાષ્ટ્રીય સંબંધોના માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

X
કબ્રસ્તાનની સેટેલાઇટ તસવીરકબ્રસ્તાનની સેટેલાઇટ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી