કૂટનીતિ / યૂએનમાં કાશ્મીર મુદ્દે ચીને ચર્ચાની અપીલ કરી, પાકે કહ્યું- ભારત સાથે વાતચીતમાં મોદી સૌથી મોટા અવરોધ

China appeals to UN debate on Kashmir issue, Pak says - Modi is biggest obstacle in dialogue with India

  • યૂએનએસસીના સ્થાયી સભ્ય ચીને અપીલ કરી કે કાશ્મીર મુદ્દા પર આ સત્રમાં ચર્ચા થાય
  • યૂએનએસસીમાં શુક્રવારે સંબોધન શક્ય, પાક. વિદેશ મંત્રીએ કહ્યું- ભારત અસહજ
  • વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું- પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી જીતવા માટે કાશ્મીર દાવ પર લગાવ્યુ

 

Divyabhaskar.com

Aug 15, 2019, 07:34 PM IST

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ ભારતના નિર્ણય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યૂએનએસસી)માં ચર્ચા થવાની શક્યતા છે. યૂએનએસસીના અધ્યક્ષ જોઆના રોનેકાએ બુધવારે જણાવ્યું કે ભારત દ્વારા જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યા બાદ ચીને આ સત્ર કરાવવાનો અનુરોધ કર્યો હતો. ચીન સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના સૂત્રો પ્રમાણે યૂએનએસસીની બેઠક શુક્રવારે થશે. આ સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટો અવરોધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.

કુરેશીએ ગુરુવારના કહ્યું- મોદીએ ચૂંટણી જીતવા માટે કાશ્મીરને દાવ પર લગાવી દીધું છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી જીતવા માટે મોદીએ તણાવ બહુ વધાર્યો છે. યૂએનએસસીમાં શુક્રવારે કાશ્મીર મામલે સંબોધન વિશે કુરેશીએ કહ્યું કે આ પાકિસ્તાન માટે ખૂબ મોટી કૂટનીતિક સફળતા છે. પાંચ દાયકા બાદ યૂએનએસસીમાં કાશ્મીર મુદ્દા પર વાતચીત થશે. ભારત તેનાથી અસહજ છે અને હવે કાશ્મીર મામલા પર યૂએનએસસીની બેઠકનો વિરોધ કરે છે.

આશા છે કે રશિયા અમારા વિચારોનું સમર્થન કરશે- કુરેશી

કુરેશીએ જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં કહ્યું કે રશિયા અમારા વલણથી વાકેફ છે. રશિયાના વિદેશ મંત્રી સરગેઇ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન મેં કાશ્મીર વિશે પાકિસ્તાનનું વલણ રાખ્યું છે. આશા છે કે સુરક્ષા પરિષદમાં રશિયા આપણા વિચારોનું સમર્થન કરશે.

'કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે'

કુરેશીએ કહ્યું- આપણું કામ સુરક્ષા પરિષદની બેઠકમાં પૂરી કુશળતા સાથે પોતાનો પક્ષ રાખવાનું છે. તેમણે ઇસ્લામિક સહયોગ સંગઠન(ઓઆઇસી)ના નેતાઓને અપીલ કરી છે કે આ સંબંધમાં તે પોતાની ભૂમિકા નિભાવે. લાખો લોકો ઓઆઇસી તરફ જોઇ રહ્યા છે. માનવઅધિકાર સંગઠનોને પણ મારો અનુરોધ છે કે તેઓ કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનોના મામલાઓને જુએ. અમારી ક્યારેય યુદ્ધની પરંપરા નથી રહી. જો કોઇએ અમારા પર યુદ્ધ થોપ્યં તો પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

X
China appeals to UN debate on Kashmir issue, Pak says - Modi is biggest obstacle in dialogue with India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી