અમેરિકા / કેલિફોર્નિયાના જંગલોમાં આગ, દર કલાકે સળગે છે 800 એકરનો વિસ્તાર, 1 લાખ લોકોને બહાર કઢાયાં

California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people
California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people
California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people

  • લોસ એન્જલસ શહેરથી માત્ર 32 કિમી દૂર છે આગ, ફાયરફાઇટર્સે આગ બૂઝાવવાના પ્રયત્નો વેગવંતા કર્યા
  • લોસ એન્જલસના પૂર્વ વિસ્તારમાં આગ ભડકી છે, શુક્રવારે તેની ચપેટમાં એક મહિલાનું મૃત્યુ થયું

Divyabhaskar.com

Oct 12, 2019, 03:40 PM IST

લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં છેલ્લા બે દિવસથી ભડકેલી આગે શનિવારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેના લીધે લગભગ 1 લાખ લોકોને તેમનું ઘર છોડવા મજબૂર થવુ પડ્યું છે. આગ એટલી તીવ્ર અને ફાસ્ટ છે કે દર કલાકે 800 એકરનો વિસ્તાર તેની ચપેટમાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સૈન ફર્નાંડો વેલીમાં 7542 એકરનો વિસ્તાર સળગી ચૂક્યો છે. આગ હવે લોસ એન્જલસ શહેરથી માત્ર 32 કિલોમીટર દૂર છે. તેને ઓલવવાની કોશિષોમાં ગતિ લાવવામાં આવી છે. જોકે શુક્રવારે સાંજ સુધી સમગ્ર વિસ્તારની આગમાંથી માત્ર 13 ટકા આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

આગથી 20 હજાર ઘર તબાહ થવાનો ખતરો
ભારે પવનના કારણે આ આગને કેલિફોર્નિયાની મોટી આફત જાહેર કરવામાં આવી છે. તેને સૈડલરિઝ ફાયર નામ આપવામાં આવ્યું છે. લગભગ 31 ઈમારતોને આગથી નુકશાન થયું છે. બીજી તરફ 20 હજાર ઘર આગની ચપેટમાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે આગની શરુઆત સિલમર શહેરથી થઇ હતી. તે શા માટે વધી રહી છે તેનું કારણ સામે આવ્યું નથી. પરંતુ ભારે પવન અને ભેજના કારણે આગ ઝડપથી ફેલાવા લાગી હતી.

આગ બુઝાવવા માટે 1000 ફાયરફાઇટર્સ

લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાફ તેરાજસે સ્થાનિકોને અપીલ કરી છે કે તેઓ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર પહોંચે. આગ ઓલાવવા માટે લગભગ 1 હજાર ફાયરફાઇટર્સને લગાવવામાં આવ્યા છે. તે સિવાય હેલિકોપ્ટર અને વિમાનની મદદથી પણ પાણી છાંટીને આગ ખતમ કરવાની કોશિષ ચાલુ છે. આગના કારણે મોટાભાગના વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય અમુક હાઇવે અને મેટ્રો પર સર્વિસ પણ રોકી દેવામાં આવી છે.

લોસ એન્જલસ પર બીજી આગનો પણ ખતરો
લોસ એન્જલસ શહેરની પૂર્વી દિશા તરફથી આગ વધી રહી છે. તેને સેંડલવુડ ફાયર કહેવામાં આવી રહ્યું છે. લગભગ 76 ઘર અને ઈમારતોને નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ 89 વર્ષની એક મહિલાનું આગના કારણે મૃત્યુ થયું છે. અધિકારીઓ પ્રમાણે હજુ ઘણા મકાનો ખાલી કરાવવાના છે.

કેલિફોર્નિયામાં 3 લાખથી વધુ લોકોના ઘરમાં વિજળી નથી
જંગલોમાં લાગેલી આગના કારણે કેલિફોર્નિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખાસ્સુ નકુશાન થયું છે. શુક્રવારે રાજ્યમાં 3 લાખ જેટલા ઉપભોક્તાઓને વિજળી વિના રહેવું પડ્યું હતું. વિજળી કંપનીનમા સીઇઓ બિલ જોનસન પ્રમાણે આગની વચ્ચે વિજળી આપૂર્તિ કરવાથી આગ ભડકવાનો ખતરો બન્યો રહે છે. ગત વર્ષે કેલિફોર્નિયામાં લાગેલી આગથી વિજ કંપનીની ખરાબ પાવરલાઇનોમાં પણ આગ લાગી ગઇ હતી.

X
California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people
California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people
California forests fire, burns 800 acres per hour, evacuates 1 million people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી