ભાસ્કર વિશેષ / ચીનમાં ભિખારી QR કોડથી ભીખ માંગે છે, દર સપ્તાહે રૂ.45 હજારની કમાણી

Beggars in China begging with QR code, earning Rs.45,000 per week

  • ક્યુઆર કોડ દ્વારા લોકોના ડેટા વેચવામાં આવે છે 

Divyabhaskar.com

Jul 13, 2019, 03:22 AM IST

એજન્સી, બીજિંગ: દુનિયાભરમાં ડિજિટલ અને કેશલેસ વ્યવહારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. પાડોશી દેશ ચીન આ મામલે ભારત કરતાં ઘણો આગળ દેખાય છે. તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે ત્યાંના ભિખારી પણ હવે ડિજિટલ થઈ ગયા છે. અહીંના ભિખારી ક્યુઆર કોડ અને ઈવોલેટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમની સપ્તાહની કમાણી 45 હજાર કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

ભીખ માટે છૂટા પૈસા નહીં હોવાનું બહાનું કઢાતું નથી

ચીનના પર્યટન સ્થળો અને સબ-વે સ્ટેશનની આસપાસ આવા તમામ ભિખારી જોવા મળે છે. આ લોકો પાસે ડિજિટલ પેમેન્ટ કે ક્યુઆર કોડ સિસ્ટમ હોય છે. હકીકતમાં ચીનમાં ભિખારીઓ ડિજિટલ થવાનું મુખ્ય કારણ એ છે કે તેમને આસાનીથી ભીખ મળે છે અને કોઈ છૂટા પૈસા નથી તેવું બહાનું પણ કાઢી શકતું નથી. એટલે કે જેની પાસે છૂટા પૈસા નથી તે પણ ભીખ આપી શકે છે. ભિખારીઓને ભીખ વધુ મળે છે. તેઓ ગળામાં લટકાયેલા ક્યુઆર કોડની પ્રિન્ટ આઉટ લોકોને બતાવી વિનંતી કરે છે કે તેઓ અલીબાબા ગ્રૂપના અલી પે કે ટેન્સેન્ટના વીચેટ વોલેટ દ્વારા આ કોડને સ્કેન કરી તેમને ભીખ આપે.

સ્ટાર્ટઅપ અને નાના વેપારી ભિખારીને ચોક્કસ રકમ આપે છે

સ્થાનિક ટીવી ચેનલના જણાવ્યા મુજબ આ સમગ્ર વ્યવસ્થા એક પ્રકારે બજાર સાથે જોડાઈ ગઈ છે. અનેક પ્રકારના સ્પોન્સર કોડ આવી ગયા છે. ભિખારીને કંઈ ન આપો પરંતુ માત્ર સ્પોન્સર, ક્યુઆર કોડ સ્કેન કરવા દો તો પણ તેને નાની-મોટી રકમ મળે છે. ઘણા સ્થાનિક સ્ટાર્ટઅપ અને નાના વેપારી ભિખારીને ક્યુઆર કોડના દરેક સ્કેનના બદલે તેની ચોક્કસ રકમ આપે છે. દરે સ્કેનના માધ્યમથી કંપનીઓને લોકોનો ડેટા મળે છે. આ ડેટાને વેચવામાં આવે છે. આ રીતે હવે ડિજિટલ અને કેસ લેસ સિસ્ટમથી સપ્તાહમાં 45 કલાક ભીખ માંગીને ચીની ભિખારી 45 હજાર રૂપિયાથી વધુની કમાણી કરે છે.

ભિખારીઓને ખાતું ચલાવવા મોબાઈલ ફોનની પણ જરૂર નથી હોતી

ચીનમાં ભિખારીઓને પોતાનું ખાતું સંચાલિત કરવા મોબાઈલ ફોનની જરૂર નથી. ક્યુઆર કોડથી મળેલી રકમ સીધી તેમના ડિજિટલ વોલેટમાં જાય છે. આ ક્યુઆર સીટ દ્વારા તે કરિયાણાની દુકાન કે અન્ય સ્ટોરમાંથી ચીજવસ્તુ ખરીદી શકે છે. તેમાં ખાસ વાત એ છે કે તેને ચલાવવા બેન્ક ખાતાની પણ જરૂર નથી હોતી.

X
Beggars in China begging with QR code, earning Rs.45,000 per week

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી