અયોધ્યા ચૂકાદો / અમેરિકન મીડિયાએ કહ્યું- દાયકા જૂના વિવાદમાં આવેલો ચૂકાદો PM મોદીની મોટી જીત છે

American media says the verdict in the decade-old dispute is PM Modi's big win

  • અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું- અયોધ્યા મામલામાં ભારતીય કોર્ટે હિન્દુઓનો પક્ષ લીધો
  • 134 વર્ષ બાદ વિવાદ માત્ર 30 મિનિટમાં પૂર્ણ થઇ ગયો-ગલ્ફ ન્યૂઝ
  • ધ ગાર્જિયને લખ્યું- મસ્જિત તૂટવી એ ભારતની ધર્મનિરપેક્ષતા નાકામ થવાની ક્ષણ હતી

Divyabhaskar.com

Nov 09, 2019, 03:49 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: અયોધ્યામાં વિવાદિત સ્થળ પર શનિવારે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપી દીધો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની 5 જજની ખંડપીઠે કહ્યું કે કેન્દ્ર સરકાર વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે અને ત્રણ મહિનામાં તેમની યોજના સોંપે. અમેરિકાના અખબાર વોશિન્ગ્ટન પોસ્ટે કહ્યું કે દાયકા જૂના આ વિવાદમાં આવેલો ચૂકાદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી જીત છે. પોસ્ટે કહ્યું કે હિન્દુ ભગવાન રામ માટે વિવાદિત સ્થળ પર મંદિર બનાવવો લાંબા સમયથી ભાજપનો ઉદ્દેશ્ય હતો.

છાપાએ આગળ લખ્યું, ''ભારતની સુપ્રીમ કોર્ટે દેશના સૌથી વિવાદિત ધાર્મિક સ્થળને ટ્રસ્ટને આપવાનો આદેશ આપ્યો જે જગ્યાએ ક્યારેક મસ્જિદ હતી. હવે એ જગ્યાએ હિન્દુ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો છે. ''

અયોધ્યામાં રામ મંદિર બનાવવું ભાજપના રાષ્ટ્રવાદી એજન્ડાનો ભાગ- ધ ગાર્જિયન
બ્રિટિશ છાપા ગાર્જિયને પણ તેને પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીની મોટી જીત ગણાવી. છાપાએ લખ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવવું તેમના રાષ્ટ્રવાદી એજન્ડાનો ભાગ રહ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશના 20 કોરડ મુસ્લિમ સરકારથી ડર મહેસૂસ કરી રહ્યા છે. ગાર્જિયને કહ્યું કે 1992માં મસ્જિદ તોડી પાડવી એ ભારતમાં ધર્મનિરપેક્ષતા નાકામ થવાની સૌથી મોટી ક્ષણ હતી.

મુસ્લિમોને વૈકલ્પિક જમીન મળશે - ગલ્ફ ન્યૂઝ
બીજી તરફ સંયુક્ત અરબ અમીરાતની વેબસાઇટ ગલ્ફ ન્યૂઝ લખે છે- 134 વર્ષનો વિવાદ 30 મિનિટમાં પૂર્ણ થઇ ગયો. હિન્દુઓને અયોધ્યાની જમીન મળશે. મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવશે.

કોર્ટના નિર્ણયથી હિન્દુ-મુસ્લિમો વચ્ચેના સંબંધો પર અસર પડશે- ધ ડોન
પાકિસ્તાની અખબાર ધ ડોને લખ્યું - ભારતની સુપ્રીમ કોર્ટે તે વિવાદિત સ્થળ પર, જ્યાં હિન્દુઓએ 1992માં મસ્જિદ તોડી હતી ત્યાં હિન્દુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે અયોધ્યાની જમીન પર મંદિર બનાવવામાં આવશે. જોકે કોર્ટે એ માની લીધું કે 460 વર્ષ જુની બાબરી મસ્જિદને તોડી એ કાયદાનું ઉલ્લંઘન હતું. કોર્ટના આ નિર્ણયથી ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચેના ભારે થયેલા સંબંધો પર મોટી અસર પડી શકે છે.

હિન્દુઓએ બાબરી મસ્જિદ તોડીને મંદિર બનાવવાની યોજના તૈયાર કરી- ન્યૂયોર્ક ટાઇમ્સ
અમેરિકાના છાપા ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું- સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હિન્દુઓને એ જગ્યાએ મંદિર બનાવવાની મંજૂરી મળી જ્યાં પહેલા મસ્જિદ હતી. હિન્દુઓએ તેની યોજના 1992 બાદ તૈયાર કરી લીધી હતી જ્યારે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદ અને અયોધ્યામાં મંદિર બનાવવાની લહેરથી જ સત્તામાં આવ્યા. આ તેમના પ્લેટફોર્મ માટે પ્રમુખ મુદ્દો હતો.

X
American media says the verdict in the decade-old dispute is PM Modi's big win
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી