• Home
  • International
  • "I do not regret," the accused said in the mosque killing the killers of 51 people

ન્યૂઝીલેન્ડ / મસ્જિદમાં 51 લોકોના હત્યારા આરોપીએ કહ્યું- મને કોઇ અફસોસ નથી

  • આરોપીએ 15 માર્ચે કાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર નમાઝ દરમિયાન ફાયરિંગ કર્યું હતું
  • ઘટનામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ માંડ માંડ બચ્યા હતાં

Divyabhaskar.com

Jun 14, 2019, 01:34 PM IST

કાઇસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર ફાયરિંગ કરી 51 લોકોને મોતને ઘાટ ઉતારનારા ઓરોપીને પોતાની કરતૂત પર કોઈ અફસોસ નથી. આરોપી બ્રેન્ટન ટેરેન્ટે સામે આતંકવાદી કાયદા મુજબ કેસ ચાલી રહ્યો છે. આરોપીના વકીલ શેન ટૈટે ક્રાઇસ્ટચર્ચ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેના પક્ષકારનું કહેવું છે કે તેને પોતે કરેલા કૃત્ય પર કોઈ અફસોસ નથી. મામલાની હવેની સુનાવણી આવતાં વર્ષે 4મેના રોજ થશે.

પોલીસે આરોપી બ્રેન્ટન ટેરેન્ટ સામે 51 લોકોની હત્યા, 40 લોકોની હત્યાની કોશિશ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ જેવી કલમો લગાવી છે. કોર્ટે આરોપીનું મેડીકલ ચેક-અપ પણ કરાવ્યું હતું, જેમાં તે માનસિક રીતે યોગ્ય જણાયો હતો. ટેરેન્ટ ઓસ્ટ્રેલિયન મૂળનો ફીટનેસ ઇન્સ્ટ્રક્ટર છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને કહ્યું હતું કે બ્રેન્ટન ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે અને તે કટ્ટરપંથી રાઈટ વિંગ સાથે જોડાયેલો છે.

પહેલી સુનાવણીમાં કોર્ટમાં હસી રહ્યો હતો આરોપી ટેરેન્ટ

28 વર્ષનો ટેરેન્ટે 15 માર્ચે ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદો અલ-નૂર અને લિનવુડમાં બપોરે શુક્રવારની નમાઝ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ માંડ માંડ બચ્યા હતા. તેના પછીના દિવસે શનિવારે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તે હસતો હતો. મીડિયા સામે પણ તે હસતો જ રહ્યો હતો. કોર્ટેમાં તેણે પોતાને ફાસિસ્ટ ગણાવ્યો હતો અને જામીન માટે આગ્રહ પણ કર્યો નહોતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી