તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

UNમાં ભંડોળની ભારે અછતને પગલે AC-લિફ્ટ બંધ કરવામાં આવ્યા, કર્મચારીઓના વેતન અટકી પડવાનું જોખમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભંડોળની અછતને લીધે સંયુક્ત રાષ્ટ્ર ખાતે ફાઉન્ટેન પણ બંધ છે
  • મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુએન ઓફિસના ખર્ચમાં ઘટાડો કરવા કહ્યું
  • વિશ્વભરમાં ફેલાયેલી ઓફિસના વડાઓને ઇમર્જન્સી ઉપાય અપનાવવા નિર્દેશ
  • તે અંતર્ગત ઓફિસોમાં એસી અને હિટરોના ઉપયોગ પર નિયંત્રણ લગાવવામાં આવ્યું

સંયુક્ત રાષ્ટ્રોઃ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ-યુએન) રોકડની ભારે અછત એટલે કે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સભ્ય દેશો દ્વારા પોતાના હિસ્સા રકમની ચૂકવણી નહીં કરાઈ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલત એ છે કે, પૈસા બચાવવા માટે યુએનના ખર્ચમાં ભારે કાપ મૂકાયો છે. 39 માળના યુએન વડામથકમાં વીજળીની ખપત ઓછી કરવા માટે એસ્કેલેટર્સ, લિફ્ટ, એસી અને હીટરનો ઉપયોગ બંધ કરવાનું પણ કહેવાયું છે. મોડી રાત સુધી ચાલતી બેઠકો, રાત્રે રિસેપ્શન અને વડામથક બહાર લગાવેલા ફાઉન્ટેઇન પણ બંધ કરી દેવાયા છે. આ સાથે નવી ભરતીઓ પર પણ રોક લાગશે.
જોકે, યુએન મેનેજમેન્ટે કહ્યું છે કે પોતાના આશરે 37 હજાર કર્મચારીના વેતનની વ્યવસ્થા કરવા તે સતત પ્રયત્ન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસિચવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે કર્મચારીઓને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે યુએન છેલ્લા એક દાયકામાં ભંડોળની સૌથી મોટી અછતની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં મહિનાના અંતમાં સ્ટાફ અને વેન્ડર્સને ચુકવણી કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ખર્ચ કાપની વાત કરી
સંયુક્ત રાષ્ટ્ર ભંડોળની અછતનો સામનો કરી રહ્યું છે. તેને લીધે યુએનમાં યોજાનારી બેઠકો પણ રદ્દ કરવામાં આવી રહી છે. સત્તાવાર યાત્રાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે. દસ્તાવેજ ઈશ્યુ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. એસ્ક્લેટર બંધ થઈ ગયા છે. એસી અને હિટરના વપરાશને બંધ કરવામાં આવ્યા છે. આ અગાઉ સોમવારના રોજ મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વભરમાં ફેલાયલા કાર્યાલયોમાં ખર્ચ કાપ માટે આદેશ આપ્યા હતા. તેમણે આ કાર્યાલયોના વડાઓને ઈમર્જન્સી ઉપાય અપનાવવા કહ્યું છે.

અમેરિકાએ 1 અબજ ડોલર ચુકવવાના બાકી
સંયુક્ત રાષ્ટ્ર મેનેજમેન્ટના વડા કેથેરીન પોલાર્ડે મહાસભાની બજેટ સમિતિને માહિતી આપી છે કે 128 રાષ્ટ્રોએ યુએનને કામગીરી ચલાવવા માટે 4, ઓક્ટોબર સુધી 1.99 અબજ ડોલરની ચુકવણી કરી છે. પોલાર્ડે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ 65 જેટલા દેશ પાસેથી 1.386 અબજ ડોલરની મોટી રકમ મેળવવાની બાકી છે, જેમાં અમેરિકા પાસેથી 1 અબજ ડોલરની બાકી વસૂલાતની રકમનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના કેટલાક વર્ષોમાં નિયમિત બજેટમાં રોકડ રકમને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે.

ખર્ચમાં કપાત માટે આ પગલાં લેવાના નિર્દેશ કરાયા 

  • યુએનમાં થઈ રહેલી ઓછી જરૂરી બેઠકો રદ.
  • અધિકૃત પ્રવાસો સીમિત કરાયા.
  • દસ્તાવેજ જારી કરવામાં ઉતાવળ નહીં થાય.
  • એસ્કેલેટર, લિફ્ટ, એસી-હીટર પણ બંધ.
  • સાત દેશ- અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો, ઈરાન, ઈઝરાયેલ અને વેનેઝુએલાએ પોતાના હિસ્સાની 97 ટકા ચૂકવણી નથી કરી.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો