લંડન / લોર્ડ્સની 41% ટિકિટ ભારતીય ચાહકોએ ખરીદી હતી, હવે 25 હજારની ટિકિટ રૂ.13 લાખમાં વેચી રહ્યા છે, 54 ગણી મોંઘી

ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ફાઈનલમાં આમને-સામને
ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ફાઈનલમાં આમને-સામને

  • ક્રિકેટ વર્લ્ડ કપની આજે ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે, ખેલ ભારતીયોનો

Divyabhaskar.com

Jul 14, 2019, 01:18 AM IST

લંડનઃ રવિવારે વિશ્વને ક્રિકેટનો નવો વર્લ્ડ ચેમ્પિયન મળી જશે. લોર્ડ્સ પર યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે જંગ જામશે. બંને ટીમના ચાહકો ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ પર પોતાની ટીમના વિજયના સાક્ષી બનવા માંગે છે પણ તેમને ટિકિટ મળી રહી નથી. અગર મળે પણ છે તો તે ઘણી ઊંચી કિંમતે. એવું એટલા માટે થઈ રહ્યું છે કે ભારતીય ચાહકોને આશા હતી કે તેમની ટીમ ફાઈનલમાં જરૂર રમશે. આથી અહીંની 41% ટિકિટ ભારતીય ચાહકોએ ખરીદી લીધી હતી. હવે આ ચાહકો આ ટિકિટ અનેક ગણી કિંમતે વેચી રહ્યાં છે.

બીજી વેબસાઇટ પરથી ટિકિટ ન ખરીદવા વિનંતી
ફાઈનલ મેચની ટિકિટની કિંમત 8 હજાર રૂપિયાથી 35 હજાર રૂપિયા સુધીની છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ ટિકિટના કાળા બજારને કારણે તેની કિંમત 83 હજારથી 3 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. કેટલાક ચાહકો તો 25 હજાર રૂપિયાની ટિકિટ 13 લાખમાં વેચી રહ્યાં છે. મતલબ 54 ગણી વધુ કિંમતે. આઈસીસીએ ચાહકોને સલાહ આપી છે કે તેઓ બીજી વેબસાઈટ પરથી વધુ કિંમતે ટિકિટ ના ખરીદે. બિનસત્તાવાર વેબસાઈટ પરથી ખરીદાયેલી ટિકિટ રદ પણ થઈ શકે છે. આઈસીસી ફાઈનલની હજુ વધુ 200 ટિકિટ વેંચશે. લોર્ડ્સની દર્શકોની ક્ષમતા 30 હજારની છે.

ફાઇનલની હજુ વધુ 200 ટિકિટ વહેચશે
અહેવાલ મુજબ ટિકિટના કાળા બજારને કારણે તેની કિંમત 83 હજારથી 3 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. કેટલાક ચાહકો તો 25 હજાર રૂપિયાની ટિકિટ 13 લાખમાં વેચી રહ્યાં છે. મતલબ 54 ગણી વધુ કિંમતે. આઈસીસીએ ચાહકોને સલાહ આપી છે કે તેઓ બીજી વેબસાઈટ પરથી વધુ કિંમતે ટિકિટ ના ખરીદે. બિનસત્તાવાર વેબસાઈટ પરથી ખરીદાયેલી ટિકિટ રદ પણ થઈ શકે છે. આઈસીસી ફાઈનલની હજુ વધુ 200 ટિકિટ વેંચશે. લોર્ડ્સની દર્શકોની ક્ષમતા 30 હજારની છે.

23 વર્ષ પછી નવો વર્લ્ડ ચેમ્પિયન બનશે
ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ફાઈનલમાં આમને-સામને છે. ઇંગ્લેન્ડ ચોથીવાર, ન્યૂઝીલેન્ડ સતત બીજીવાર વર્લ્ડ કપ ફાઈનલ રમશે. બંને ટીમો હજુ સુધી ચેમ્પિયન બની નથી. 23 વર્ષ પછી નવો ચેમ્પિયન બનશે. 1996માં શ્રીલંકા પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું. ત્યારપછી અગાઉ જેઅો ચેમ્પિયન બન્યા હતા તેઓ જ ચેમ્પિયન બનતા રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડના જેમ્સ નિશામની ભારતીય ચાહકોને ટિકિટ પરત કરવા અપીલ
ન્યૂઝીલેન્ડના બોલર જેમ્સ નિશામે ટ્વિટ કરી છે કે જો ભારતીય ચાહક આ મેચ જોવા ના માંગતા હોય તો તેને ઓફિશિયલ પ્લેટફોર્મ પર વેચીને બીજા ચાહકોને મેચ જોવાની તક આપે. આ ટિકિટ વેચીને પણ નફો કમાઈ શકાય છે. પરંતુ શ્રીમંત બનવાનું વિચારશો નહીં. આ ટિકિટ સાચા ક્રિકેટ ચાહકો સુધી પહોંચાડો.

X
ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ફાઈનલમાં આમને-સામનેઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ફાઈનલમાં આમને-સામને
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી