જિબ્રાલ્ટર / ઈરાની તેલ ટેન્કરમાંથી ભારતીય કેપ્ટન સહિત 24 ક્રૂ મેમ્બર્સ મુક્ત થયા, 42 દિવસ પહેલા ધરપકડ થઇ હતી

24 crew members, including Indian captain released from Iranian oil tanker, were arrested 42 days ago

  • 4 જુલાઇના જિબ્રાલ્ટરના તટ પાસે ઈરાની તેલ ટેન્કર(જહાજ) ગ્રેસ-1ને જપ્ત કરવામાં આવ્યું હતું
  • બ્રિટન અધિકૃત જિબ્રાલ્ટરનો આરોપ- તેલ ટેન્કરે યુરોપિયન યૂનિયનના પ્રતિબંધો તોડ્યા
  • જિબ્રાલ્ટરના અધિકારીઓએ કહ્યું- ટેન્કર સીરિયામાં તેલ સપ્લાય કરવા જઇ રહ્યું હતું
  • હવે જિબ્રાલ્ટરની સુપ્રીમ કોર્ટે ઈરાનની સીરિયામાં તેલ સપ્લાય ન કરવાની ખાતરી બાદ જહાજને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે

 

Divyabhaskar.com

Aug 16, 2019, 11:16 AM IST

લંડન: જિબ્રાલ્ટરના તટ પર જપ્ત કરાયેલા તેલ ટેન્કર પર સવાર ભારતીય કેપ્ટન સહિત 24 ક્રૂ મેમ્બર્સને ગુરુવારે મુક્ત કરવામાં આવ્યા હતા. જિબ્રાલ્ટરના અધિકારીઓએ આ ક્રૂ મેમ્બર્સને દરેક આરોપોમાંથી મુક્ત કર્યા છે. ઈરાનના કે ગ્રેસ-1 સુપર ટેન્કરને 4 જુલાઇના જપ્ત કરવામાં આવ્યું હતું. સીરિયામાં તેલ સપ્લાય કરવાના આરોપસર આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું હતું.

કેપ્ટને કહ્યું- મુક્ત કરાવવામાં જેમણે ભૂમિકા ભજવી તેમનો ધન્યવાદ

ભારતીય કેપ્ટને એક નિવેદનમાં કહ્યું- હું મુક્ત થવા પર ખુશ છું. હું લીગલ ટીમના એ લોકોનો ધન્યવાદ કરું છું જેમણે મારી મુક્તિ માટે ભુમિકા નિભાવી.

ઈરાની તેલ ટેન્કર પર સવાર ભારતીય ક્રૂની ધરપકડ ત્યારે થઇ જ્યારે ટન્કર જિબ્રાલ્ટરના યુરોપા પોઇન્ટ પાસેથી પસાર થઇ રહ્યું હતું. આ બ્રિટનના આધિપત્ય વાળો વિસ્તાર છે.

જોકે હવે જિબ્રાલ્ટરની સરકારના અધિકારીઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ થઇ રહેલી પોલીસ કાર્યવાહીને ખતમ કરી દેવામાં આવી છે.

જિબ્રાલ્ટરના અધિકારીઓએ કહ્યું હતું કે ટેન્કર યુરોપિયન યૂનિયનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને સીરિયાને તેલ સપ્લાય કરી રહ્યું છે.

જિબ્રાલ્ટરની સુપ્રીમ કોર્ટે જહાજને મુક્ત કરવાનો નિર્ણય લીધો

અધિકારીઓએ કહ્યું કે જહાજને જપ્ત કરવા માટે અમેરિકાએ પણ અપીલ કરી છે. તેણે પણ અમુક પ્રતિબંધો તોડ્યા હોવાની વાત કહી છે. આ દરમિયાન ઈરાને તેના જહાજને મુક્ત કરાવવા માટે બ્રિટનમાં અધિકારીઓ સાથે સંપર્ક ચાલુ રાખ્યો છે. છેલ્લા સમાચાર પ્રમાણે જિબ્રાલ્ટરની સુપ્રીમ કોર્ટે આ જહાજને મુક્ત કરવાનો નિર્ણય લઇ લીધો છે. સીએનએનના રિપોર્ટ પ્રમાણે ઇરાનની અરજી બાદ તેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાને ખાતરી આપી છે કે તેલને સીરિયા મોકલવામાં નહીં આવે.

X
24 crew members, including Indian captain released from Iranian oil tanker, were arrested 42 days ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી