નેપાળ / પુર અને ભૂસ્ખલનમાં 17 લોકોના મોત, સિમારા જિલ્લામાં 24 કલાકમાં 31 સેમી વરસાદ

  • ગૃહ મંત્રાલયે એલર્ટ આપ્યું, જવાનો રાહત-બચાવ કાર્યમાં જોડાયા
  • મુલપાની ક્ષેત્રમાં જનજીવન અસત-વ્યસ્ત, મોરંગથી 400 અને બારામાંથી 35 પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા
     

Divyabhaskar.com

Jul 13, 2019, 06:12 PM IST

કાઠમાંડૂઃ નેપાળમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે આવેલા પુરુને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થયું છે. નેપાળ પોલિસના જણાવ્યા અનુસાર, પુરમાં 17 લોકોના મોત થયા છે, જયારે 6 લોકો ગુમ છે. ભારે વરસાદને કારણે મુલપાની ક્ષેત્રના મોરંગથી 400 અને બારાથી 35 પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં રાહત અને બચાવ કાર્યમાં જવાનો જોડાયા છે. એકલા સિમરા જિલ્લામાં 24 કલાકમાં 31 સેમી પાણી પડ્યું છે. સંકટના પગલે ગૃહ મંત્રાલયે કોઈ પણ ખતરામાંથી બચવા માટે એલર્ટ આપ્યું છે.

વરસાદથી હાઈવે પર વહાનવ્યવહાર ઠપ

છેલ્લા થોડા દિવસોથી નેપાળમાં થઈ રહેલા વરસાદથી ઘણી જગ્યાઓ પર પુર અને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. આ કારણે ઘણાં શહેરોને જોડાતા હાઈવે પર વહાનવ્યવહારને અસર પહોંચી છે.

વરસાદને કારણે ઘણી નદીઓ ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે. તેનાથી કેચમેન્ટ નજીક રહેતા લોકોના ઘર પર ખતરો વધ્યો છે.

મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે, માત્ર સિમારા જિલ્લામાં 24 કલાકમાં 311.9 મિમી(31.9 સેમી) વરસાદ થયો, જયારે જનકપુર જિલ્લામાં 245.2 મિમી(24.52 સેમી) વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન કાઠમાંડૂમાં 115.2 મિમી(11.52 સેમી) થયો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી