રિપોર્ટ / ટ્રમ્પની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં 5% વધીને 21,000 કરોડ રૂપિયા થઈ, 3 વર્ષમાં પ્રથમ વાર વધારો

Trumpet's net worth grew 5% to 21,000 crore in the last one year, the first increase in 3 years
X
Trumpet's net worth grew 5% to 21,000 crore in the last one year, the first increase in 3 years

  • બે ઓફિસ બિલ્ડિંગ્સની વેલ્યુ વધવાથી ટ્રમ્પની નેટવર્થ વધી, આ ઈમારતો સાથે જોડાયેલી ડીલને ટ્રમ્પ રોકવા માંગતા હતા
  • અગાઉના બે વર્ષથી સંપતિમાં ઘટાડો આવી રહ્યો હતો, હાલ નેટવર્થ 2016ના સ્તરે પહોંચી છે

Divyabhaskar.com

Jun 13, 2019, 04:07 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં 5 ટકા વધીને 3 અબજ ડોલર(21000 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. અગાઉ પ્રથમ બે વર્ષ ટ્રમ્પની નેટવર્થમાં ઘટાડો આવ્યો હતો. હાલની નેટવર્થ 2016ના સ્તરે આવી ગઈ છે. બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે બે ઓફિસ બિલ્ડિંગ્સની કિંમત વધવાથી ટ્રમ્પની સંપતિમાં વધારો થયો છે.

ટ્રમ્પની 2 ઓફિસ ઈમારતોની વેલ્યુ 33 ટકા વધી

દોસ્ત સ્ટીવન રોથે વોરનેડો રિઅલિટી ટ્રસ્ટની 2 પ્રોપર્ટીઝમાં ટ્રમ્પનો 30 ટકા શેર છે. એક વર્ષમાં  બંને સંપતિઓમાં ટ્રમ્પના હિસ્સાની વેલ્યુ વધીને 76.5 કરોડ ડોલર(5355 કરોડ રૂપિયા) થઈ ગઈ. તે એક વર્ષ પહેલાની સરખામણીમાં 33 ટકા વધુ છે. 

ટ્રમ્પની કુલ નેટવર્થમાં લગભગ એક ચતૃતાંશ હિસ્સો વોરનેડોની ઈમારતની વેલ્યુથી છે. તેની સાથે સંકળાયેલી ડીલને ટ્રમ્પ એક વાર રોકવા માંગતા હતા. છેલ્લા એક વર્ષમાં તેમના ગોલ્ફ કોર્સ અને રિપોર્ટ્સની વેલ્યુ 19 ટકા ઘટીને 52.5 કરોડ ડોલર(3675 કરોડ રૂપિયા) રહી ગઈ છે. ટ્રમ્પની લોનની રકમ(55 કરોડ ડોલર)માં ગત વર્ષની સરખામણીમા કોઈ ફેરફાર થયો નથી.

બ્લૂમબર્ગે પ્રોપર્ટી રેકોર્ડ, સિક્યોરિટી ફાઈલિંગ્સ, માર્કેટ ડેટા અને ટ્રમ્પના ફાઈનાન્શિયલ ડિસ્ક્લોઝરના આધાર પર આંકડા આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રિઅલ એસ્ટેટ સહિતના બીજા કારોબારને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સંભાળે છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલા ટ્રમ્પે આ ટ્રસ્ટ બનાવ્યું હતું, જેને તેમનો પુત્ર સંભાળે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી