અમેરિકા / ટ્રમ્પે કહ્યું- 2020ની ચૂંટણીમાં વિરોધની સામે વિદેશમાંથી મળનાર માહિતીનું સ્વાગત

Trump said that the information received from abroad will be welcome in the 2020 election
X
Trump said that the information received from abroad will be welcome in the 2020 election

  • 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ પર લાગ્યો હતો રશિયાની મદદ લેવાનો આરોપ
  • સ્પેશિયલ પ્રોસિક્યુટર રોબર્ટ મુલરે  રશિયાની દખલની તપાસ કરી હતી, ટ્રમ્પ આરોપને નકારતા રહ્યાં છે 

Divyabhaskar.com

Jun 13, 2019, 03:33 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 2020ની ચૂંટણીમાં તે પોતાના વિરોધીની સામે વિદેશમાંથી મળનારી માહિતીનું સ્વાગત કરશે. ટ્રમ્પનું આ નિવેદન એ કારણથી પણ મહત્વનું છે, કારણ કે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેની પર રશિયાની મદદ લેવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં અમેરિકાના સાંસદ તેમના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર સાથે આજે જ પુછપરછ કરી રહ્યાં છે.

વાત સાંભળવામાં કઈ ખોટું નથીઃ ટ્રમ્પ

ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યા હતા કે આ વખતની ચૂંટણીમાં કોઈ પણ વિપક્ષના નેતા વિશે ચીન કે રશિયામાંથી કોઈ માહિતી મળે છે તો તે શું કરશે ? ટ્રમ્પે કહ્યું કે તમારે આવી તમામ બાબતો સાંભળવા માટે હમેશા તૈયાર રહેવા જોઈએ. સાંભળવામાં કઈ ખોટું નથી.

ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે- હું વિદેશમાંથી મળનાર કોઈ પણ માહિતને ચૂંટણીમાં દખલગીરી માનતો નથી. જો કોઈ દેશની પાસે કોઈ માહિતી છે તો તેને લેવામાં તેમને કોઈ વાંધો નથી. જો મને તેમાં કઈ ખોટું લાગશે તો હું એફબીઆઈને તેની સૂચના આપીશ.

3. રશિયાની દખલના મામલામાં મુલરે તપાસ કરી

2016ની ચૂંટણીમાં રશિયાની દખલના મામલાની તપાસ સ્પેશિયલ પ્રોસિક્યૂટર રોબર્ટ મુલરે કરી હતી. તેમના 448 પેજના રિપોર્ટમાં તેમણે કહ્યું કે રશિયાની સેનાના અધિકારીઓએ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.

18 એપ્રિલે આ રિપોર્ટ કાનૂન મંત્રાલયને સોપવામાં આવ્યો હતો. જોકે રિપોર્ટમાં છેલ્લે તેમણે લખ્યું કે રશિયાની દખલના મામલામાં પર્યાપ્ત સાક્ષીઓ મળી શકયા નથી.

મુલરના જણાવ્યા પ્રમાણે- ટ્રમ્પની વિરુદ્ધ 10 એવા સબુત મળ્યા છે, જેમાં રશિયાની દખલના મામલાની તાપાસને રોકવાની કોશિશ કરવામાં આવી હતી, જોકે કાયદા વિભાગની જે ગાઈડલાઈન છે, તે મુજબ હાલના રાષ્ટ્રપતિ પર તે આરોપ ન લગાવી શકે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી