પાકિસ્તાન / નવાઝને સજા સંભળાવનાર જજનો આરોપ- ટ્રાયલ દરમિયાન મરિયમ શરીફે લાંચ આપવાની કોશિષ કરી

નવાઝ શરીફના પૂત્રી મરિયમ શરીફ, ફાઇલ
નવાઝ શરીફના પૂત્રી મરિયમ શરીફ, ફાઇલ

  • શનિવારે મરિયમે એક વીડીયો શેર કર્યો હતો જેમાં જજ કહેતા દેખાય છે કે તેઓ સજા સંભળાવવા મજબૂર હતા
  • જજ અરશદ મલિકે વીડીયોને ખોટો જણાવી કહ્યું- દબાવમાં સજા સંભળાવત તો એક કેસમાં નવાઝ શરીફને મુક્ત ન કરતાૉ
  • પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અજીજિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચાર મામલામાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે

Divyabhaskar.com

Jul 08, 2019, 10:21 AM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને સજા સંભળાવનાર જજ અરશદ મલિકે આરોપ લગાવ્યો છે કે મરિયમ શરીફે તેમને લાંચ આપવાની કોશિષ કરી હતી. સાથે તેમણે મરિયમ દ્વારા શેર કરાયેલા એ વીડીયોને ખોટો કહ્યો જેમાં તેઓ અલ અજીજિયા સ્ટીલ મિલ મામલે શરીફ વિરુદ્ધ ઓછા પુરાવા હોવાની વાત કરી રહ્યા છે.

શનિવારે મરિયમ અને પીએમએલ-એનના બે વરિષ્ઠ નેતા શહબાઝ શરીફ અને શાહિદ ખક્કાન અબ્બાસીએ જજ અરશદ મલિકનો એક વીડીયો શેર કર્યો હતો. શરીફ અજીજિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના મામલામાં સજા ભોગવી રહ્યા છે. કોર્ટે તેમને સાત વર્ષની સજા ફટકારી છે. અત્યારે તેઓ લાહોર જેલમાં કેદ છે.

દબાવમાં હોત તો એક કેસમાં નિર્દોષ જાહેર ન કરત- જજ મલિક

જજ મલિકે મરિયમના આરોપોને નકારતા કહ્યું કે વીડીયોમાં તેમની અને પીએમએલ નેતા નસીર બટ્ટની વાતચીત નથી. તેમણે કહ્યું કે નવાઝ પરિવાર કેસના ટ્રાયલ સમયથીજ તેમને લાંચ આપવાની કોશિષ કરી રહ્યો હતો. જો ધમકીથી ડરી ગયો હોત તો એક કેસમાં સજા અને એક કેસમાં તેમને નિર્દોષ જાહેર ન કરત.

'પુરાવા ન હોવા છતાં શરીફને સજા સંભળાવવા મજબૂર હતો'

વીડીયોમાં જજ નસીર બટ્ટથી વાતચીત કરતા દેખાઇ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારના પુરાવા ન હોવા છતા શરીફને સજા સંભળાવવા મજબૂર હતા. જોકે મલિકે કહ્યું કે તેઓ બટ્ટને જાણે છે અને તેઓ બટ્ટના જુના સહયોગી છે. વીડીયોને ફેક કહી તેમણે કહ્યું કે શરીફની પાર્ટી તેમને બદનામ કરવા માંગે છે.

સરકારે વીડીયોની ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા

આ મામલે જજે નોટિસ જાહેર કરી તેમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ સરકારે પણ આ વીડીયોની ફોરેન્સિક તપાસના આદેશ આપ્યાં છે.

X
નવાઝ શરીફના પૂત્રી મરિયમ શરીફ, ફાઇલનવાઝ શરીફના પૂત્રી મરિયમ શરીફ, ફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી