થાઇલેન્ડ / નવરાત્રિના અંતિમ દિવસે મા પાર્વતી રથમાં સવાર થઇને નગરચર્યાએ નીકળ્યાં, એક લાખ લોકો ઉમટ્યા

સંગીતકારો, નર્તક અને શ્રદ્ધાળુઓની મંડળીઓ રથોને ઘેરીને ચાલે છે. સવાર સુધી આ જ દ્રશ્ય દેખાય છે.
સંગીતકારો, નર્તક અને શ્રદ્ધાળુઓની મંડળીઓ રથોને ઘેરીને ચાલે છે. સવાર સુધી આ જ દ્રશ્ય દેખાય છે.

  • શોભાયાત્રામાં પાંચ રથ હોય છે, ત્રણ કિ.મી.નું અંતર કાપતાં સાત કલાક લાગે છે

Divyabhaskar.com

Oct 10, 2019, 06:49 AM IST
બેંગકોક: થાઇલેન્ડની રાજધાની બેંગકોકના સૌથી પ્રાચીન હિન્દુ મંદિર શ્રી મરિયમ્મનમાં નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે શોભાયાત્રાનું આયોજન કરાયું. તેમાં એક લાખથી વધુ લોકો જોડાયા. નવરાત્રિમાં અહીં દર વર્ષે મા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી અને ઉમાથેવી (પાર્વતી)નું આહવાન કરાય છે. રોજ અલગ-અલગ આયોજન કરાય છે.
શોભાયાત્રામાં 5 રથ જોડાય છે
સવાર, બપોર અને સાંજની વિશેષ પૂજા થાય છે. કાર્યક્રમનું સમાપન દશેરાના દિવસે થાય છે. તે દિવસે મંદિર આગળનો મુખ્ય રસ્તો બંધ કરી દેવાય છે. ભવ્ય શોભાયાત્રા વચ્ચે માતા પાર્વતી નગરચર્યાએ નીકળે છે. શોભાયાત્રામાં 5 રથ જોડાય છે, જેમાં મા પાર્વતી ઉપરાંત ગણેશ, કાર્તિકેય, કૃષ્ણ અને મુરુગન બિરાજમાન હોય છે. રથ મંદિરે પરત પહોંચતાં અંદાજે 7 કલાક લાગે છે. હજારોની સંખ્યામાં હિન્દુ, બૌદ્ધ શ્રદ્ધાળુઓ રથનાં દર્શન માટે રસ્તાની બંને તરફ ઊભા રહી જાય છે.
140 વર્ષ જૂના મંદિરમાં માતા પાર્વતી દક્ષિણ ભારતીય સ્વરૂપમાં બિરાજમાન
1879માં બનેલા આ મંદિરમાં માતા પાર્વતી દક્ષિણ ભારતીય સ્વરૂપમાં બિરાજે છે. નવરાત્રિમાં મંદિર પરિસરમાં મા દુર્ગાની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરાય છે. પંડાલને ફૂલોથી સજાવાય છે. અહીં તલવારબાજી સહિતનાં કરતબોનાં આયોજન પણ થાય છે.
X
સંગીતકારો, નર્તક અને શ્રદ્ધાળુઓની મંડળીઓ રથોને ઘેરીને ચાલે છે. સવાર સુધી આ જ દ્રશ્ય દેખાય છે.સંગીતકારો, નર્તક અને શ્રદ્ધાળુઓની મંડળીઓ રથોને ઘેરીને ચાલે છે. સવાર સુધી આ જ દ્રશ્ય દેખાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી