2020થી પર્યટકો માટે ખુલશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એક રાતનું ભાડું રૂ. 25 લાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાસાએ હાલ ISS સુધી જવા-આવવાનું ભાડું રૂ. 405 કરોડ રૂપિયા સુધીનું નક્કી કર્યું છે
  • પર્યટકોને 30 દિવસ સુધી ISS રોકાવાની ઓફર, દર વર્ષે 12 પર્યટકો મોકલવામાં આવશે

ન્યૂયોર્ક: અમેરિકન સ્પેસ એન્જન્સી નાસાએ કહ્યું છે કે, 2020 સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ને પર્યટકો માટે ખોલી દેવામાં આવશે. એટલે કે અંતરિક્ષમાં રિસર્ચ સિવાય પણ હવે લોકો ISS પર રોકાઈ શકશે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ISSનું એક રાતનું ભાડું 35 હજાર ડોલર (અંજારે રૂ. 25 લાખ) હશે.

નાસાના ચીફ ફાઈનાન્સ ઓફિસર જેફ ડીવિટે શુક્રવારે જણાવ્યું કે, એજન્સી હવે ISSને આર્થિક લાભ માટે પણ ખોલી રહી છે. અમે તેનું માર્કેટિંગ પણ કરીશું. વર્ષ 2020 પછી દર વર્ષે ઓછામાં ઓછા બે મિશન થશે. તેમાં પર્યટકોને 30 દિવસ સુધી ISS પર રોકાવાની ઓફર આપવામાં આવશે. દર વર્ષે 12 અંતરિક્ષ યાત્રી સ્પેસ પર જઈ શકશે.

ટ્રાન્સપોર્ટ વાહન બનાવી રહી છે સ્પેસ-એક્સ અને બોઈંગ: નાસાની યોજનાને એલન મસ્કની સ્પેસ-એક્સ અને બોઈંગ જેવી કંપની અમલમાં લાવશે. બંને કંપની અંતરિક્ષમાં જવા માટે ટ્રાન્સપોર્ટ વ્હીકલ તૈયાર કરે છે. સ્પેસ-એક્સે તાજેતરમાં જ તેમના ક્રૂ ડ્રેગન કેપ્સૂલનો ટેસ્ટ કર્યો હતો. જ્યારે બોઈંગ પણ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ ટેસ્ટ કરી રહી છે. કંપનીઓ કોન્ટેસ્ટ દ્વારા અંતરિક્ષ યાત્રા માટે લોકોની પસંદગી કરી રહી છે. અત્યારે ISS પર જવા-આવવાનું ભાડું 5.8 કરોડ ડોલર (402 કરોડ રૂપિયા) રાખવામાં આવ્યું છે.

અમેરિકાએ રશિયા સાથે મળીને બનાવ્યું ISS: ISSને અમેરિકા અને રશિયાએ 1998માં જોઈન્ટ પ્રોજેક્ટ અંર્તગત બનાવ્યું છે. ઘણાં અન્ય દેશ પણ થોડા સમય પછી તેના નિર્માણમાં જોડાતા ગયા હતા. જોકે મોટા ભાગનો કંટ્રોલ્સ અને મોડ્યુલ્સનો ખર્ચ અમેરિકાએ જ ઉઠાવ્યો છે. જોકે આ પહેલીવાર નથી થતું કે કોઈ પર્યટક ISSની મુલાકાત કરશે. આ પહેલાં 2001માં અમેરિકન બિઝનેસ ડેનિસ ટીટોએ રશિયાને 2 કરોડ ડોલર (અંદાજે રૂ. 139 કરોડ) ચૂકવીને સ્પેશ સ્ટેશનની મુલાકાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું- નાસાએ ચંદ્ર પર ફરી જવાની વાત ન કરવી જોઈએ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને નાસા પર પ્રહાર કર્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, નાસાએ હવે ચંદ્ર વિશે વાત કરવાની બંધ કરી દેવી જોઈએ. તે અમે 50 વર્ષ પહેલાં કરી ચૂક્યા છે. આપણે હવે મંગળ જેવા અન્ય મોટા મિશન પર ફોકસ કરવું જોઈએ. ટ્રમ્પના આ ટ્વિટ પર ટ્વિટર પર તેમની મજાક ઉડવા લાગી છે. હકીકતમાં થોડા સમય પહેલાં જ સરકારે 2024 સુધી ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ લેન્ડ કરાવવાની યોજના મુકી હતી. જોકે હવે ટ્રમ્પની ટ્વિટથી અસમંજસની સ્થિતિ ઉભી થઈ ગઈ છે.