અમેરિકા / ગન કન્ટ્રોલની વિરુદ્ધ 22 હજારથી વધુ લોકો વર્જિનિયામાં માર્ગો પર ઉતર્યા, 70 ટકા પાસે હથિયાર હતાં, સંદેશ-ગન કાયદા સાથે ચેડાં ન કરો

વર્જિનિયા સ્ટેટ કેપિટલ બિલ્ડિંગની બહાર હજારો લોકો એકત્રિત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી.

  • નવા કાયદા સામે ગુસ્સો, દેશભરમાંથી લોકો આવ્યા
  • પ્રમુખ ટ્રમ્પે પણ સમર્થનમાં ટિ્વટ કરી કહ્યું- અમે એવું થવા દઇશું નહીં

Divyabhaskar.com

Jan 22, 2020, 01:40 PM IST
ટિમોથી વિલિયમ્સ, સબનરીના ટેનર્નીઝ, બ્રિટન: અમેરિકામાં વિવિધ રાજ્યોમાંથી આવેલા 22 હજારથી વધુ લોકોએ વર્જિનિયાના રિચમન્ડમાં ગન કન્ટ્રોલના નિયમ કડક કરવાની સામે રેલી કાઢી. અહીં ટેક્સાસ, ઇન્ડિયાનાપોલિસ અને ફ્રેડરિક્સબર્ગ જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો અહીં પહોંચ્યા. તેમાંથી 70 ટકા લોકો પાસે રાઈફલ અને શસ્ત્રો હતાં. વર્જિનિયાના ગન કાયદાને આઝાદી આપનારો માની આ મહિને જ ડેમોક્રેટિક સભ્યોએ કડક પ્રતિબંધો લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેની વિરુદ્ધમાં આ રેલીનું આયોજન કરાયું હતું. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ તેના સમર્થનમાં ટિ્વટ કરી લખ્યું કે અમે એવું થવા દઇશું નહીં. આ વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે તેથી ટ્રમ્પ કોઇ જોખમ લેવા માગતા નથી. તેમણે લોકોને રિપબ્લિકન પાર્ટીને વોટ આપવાની અપીલ પણ કરી છે.
નવા કાયદામાં શું છે?- વર્જિનિયાના નવા કાયદા મુજબ 21 વર્ષથી વધુ વયના લોકો જ ગન રાખી શકશે, તે પણ ખુલ્લેઆમ નહીં. વળી તે માટે પણ તેમણે લાઇસન્સ લેવાની જરૂર રહેશે. હાલમાં આ વયમર્યાદા 18 વર્ષ છે.
જરૂર શા માટે?- 2019માં અમેરિકામાં ગોળીબારની 41 ઘટના બની જેમાં 211 લોકોનાં મોત થયાં. રેકોર્ડ રખાઇ રહ્યો છે ત્યારથી અત્યાર સુધી સૌથી વધુ ઘટના ગત વર્ષે બની. તેથી ગન કન્ટ્રોલની વાત ઊભી થઇ.
સમર્થનમાં લોકો ઉતર્યા ત્યાં પણ વિરોધમાં રેલી નીકળી
રેલીમાં દેશભરમાંથી આવેલા દેખાવકારોએ હથિયાર લઇ રાખ્યાં હતાં. જેમાં હેન્ડગન, એસોલ્ટ રાઇફલો પણ હતી. સાવચેતી માટે ઇમર્જન્સી લગાવવામાં આવી હતી.
લોકોએ રેલીનો વિરોધ પણ કર્યો
આ રેલીનો વિરોધ પણ થયો. રાઇટ વિંગના લોકોએ હાથોમાં ફૂલ લઇ બંદૂકો પર નિયંત્રણ લાદવા અને ગન કાયદો કડક કરવાની હિમાયત કરી હતી.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી