તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હું 2014માં UN ગયો હતો પણ આ વખતે મેં એક ફરક મહેસૂસ કર્યો, વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે -PM મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાસ વિમાનથી દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા PM મોદી
  • મોટી સંખ્યામાં સમર્થકો અહીં મોદીના સ્વાગત માટે તિરંગો લઇને પહોંચ્યા છે
  • અત્યારે રોડ શો માં સામેલ થયા છે મોદી, લોકોનું અભિવાદન કરી રહ્યા છે

ન્યૂયોર્ક:.પીએમ મોદીના સ્વાગત માટે એક સ્ટેજ પર દિલ્હીના સાંસદો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. અહીં પીએમ મોદીનું હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચ્યા બાદ સ્ટેજ પર સંબોધનમાં ભારત માતાની જયના નારા સાથે PM મોદીએ સંબોધન શરુ કર્યુ હતું. તેમણે અહીં પહોંચેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.  પરત ફરતા પહેલા PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યાંના નાગરિકો અને અમેરિકી કોંગ્રેસને સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ લખ્યું, "તમારો પ્રેમ અને સત્કાર અસાધારણ હતો. મને વિશ્વાસ છે કે હું આ પ્રવાસ દરમિયાન જેટલા પણ કાર્યક્રમોમાં સામેલ થયો, તેનો લાભ મોટા સ્તર પર ભારને જરૂર મળશે.'' મોદીના સ્વાગત માટે પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું છે. અત્યારે એરપોર્ટ પર લોકો નાચી રહ્યા છે અને ભારત માતા કી જય..તેમજ મોદી મોદીનાનારા લાગી રહ્યા છે. 
PM મોદીનું સંબોધન
મોદીએ કહ્યું, હું 130 કરોડ દેશવાસીઓને પ્રણામ કરું છું, અભિનંદન કરું છું, તેમનો ધન્યવાદ કરું છું.  2014માં પણ ચૂંટણી જીત્યા બાદ અમેરિકા, યૂએનની સમિટમાં ગયો હતો. પછી 2019માં પણ ગયો અને મેં એક ફરક મહેસૂસ કર્યો છે. દુનિયાની નજરોમાં, વિશ્વના નેતાઓમાં ભારત પ્રત્યે માન-સન્માન વધ્યું છે. તેનું પ્રમુખ કારણ 130 કરોડ ભારતીયો છે જેમણે વધુ મજબૂતી સાથે ફરી સરકાર બનાવી છે. 
તેમણે કહ્યું, વિશ્વભરમાં ફેલાયેલાં આપણા ભારતીયોએ પણ , તે દેશના લોકોનો પ્રેમ, આદર મેળવ્યો છે તે ભારતનું ગૌરવ વધારે છે. હાઉડી મોદી હ્યૂસ્ટનનો તે સમારોહ, તેની વિશાળતા, વ્યાપકતા, ભવ્યતા, રાષ્ટ્રપતિનું ત્યાં આવવું, દુનિયાની નજરોમાં ભારત અને અમેરિકાની દોસ્તીનો એહેસાસ તો છે જ , પણ આટલા ઓછા સમયમાં અમેરિકામાં વસી રહેલા આપણા ભારતીય ભાઇઓ બહેનોએ ખાસ કરીને હ્યૂસ્ટનના ભાઇ બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યું તેની ચર્ચા ત્યાં રિપબ્લિકન પાર્ટીના લીડર, ડેમોક્રેટ અને રાષ્ટ્રપતિ પોતે કરતા હતા. તેમણે ઇવેન્ટની વાહવાહી કરી હતી. 
સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી જવાનોનું અભિનંદન કર્યું
ત્રણ વર્ષ પહેલા 28ની રાતેજ આ દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશની આન બાન શાનને વધુ તાકાત સાથે દુનિયા સમક્ષ પ્રસ્તૂત કરી હતી. આજે એ 28 સપ્ટેમ્બરની રાતને યાદ કરીને એ જવાનોને પ્રણામ કરું છું. 

20 હજાર લોકો કરશે સ્વાગત 
દિલ્હી પોલીસે પ્રધાનમંત્રીના પરત આવવા પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પેરામિલિટરી ફોર્સની 9 કંપની તહેનાત છે. તમામ એજન્સી સાથે સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રહેશે. જ્યાંથી કાફલો પસાર થશે ત્યાંના મકાનોની છત પર પણ જવાન તહેનાત રહેશે.

મોદીએ હાઉડી મોદી ઇવેન્ટને બિરદાવી
મોદીએ કહ્યું, ''હાઉડી મોદી ઇવેન્ટને હું ક્યારેય ભૂલી નહીં શકું. તમારો વ્યવહાર દર્શાવે છે કે અમેરિકી મૂલ્યોનું ભારત સાથે જોડાણ અમારા કૌશલ્ય અને ફૈલાવમાં કેવી રીતે મદદગાર છે. આ પ્રવાસનો લક્ષ્ય ભારત માટે વધુમાં વધુ રોકાણને આકર્ષિત કરવાનો હતો. હ્યૂસ્ટનમાં એનર્જી સેક્ટરના સીઈઓ સાથે મારી ચર્ચા થઇ. ન્યૂયોર્કમાં ઇન્ડસ્ટ્રીના અમેરિકી કેપ્ટન સાથે પણ ચર્ચા થઇ. તે સફળ રહી. દુનિયા ભારતમાં મોજૂદ તકોનો લાભ લેવા માટે તત્પર છે. ''
''હું જ્યાં પણ ગયો , જેમને પણ મળ્યો, પછી તે દુનિયાના નેતા હોય, ઉદ્યોગપતિ હોય કે કોઇ નાગરિક હોય, તે દરેકમાં ભારતને લઇને એક આશા હતી. ભારતના ગરીબોના કલ્યાણ, સ્વાસ્થ્ય અને સેનેટાઇઝેશનના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોને લઇને ગહન પ્રશંસાનો ભાવ હતો. મેં કહ્યું કે ભારત દુનિયાને વધુ સમૃદ્ધ , શાંત અને સૌહાદ્રપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતું રહેશે. ''