તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Microsoft Co Founder Bill Gates Leaves The Board Of Directors To Serve The Greater Community, Serving As Chairman Of The Board For Six Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધારે સમાજસેવા કરી શકાય તે માટે બિલ ગેટ્સે બોર્ડ ઓફ ડિરેક્ટર પદ છોડ્યું, 6 વર્ષ સુધી બોર્ડના ચેરમેન રહ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેટ્સે 2014થી માઈક્રોસોફ્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના પદ પર કાર્યરત હતા - Divya Bhaskar
ગેટ્સે 2014થી માઈક્રોસોફ્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના પદ પર કાર્યરત હતા
  • બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા સાથે ટેક્નીકલી સલાહકાર તરીકે કાર્યરત રહેશે
  • ગેટ્સે 1975માં પોલ એલન સાથે મળીને કંપની બનાવી હતી, વર્ષ 2000 સુધી કંપનીના સીઈઓ રહ્યા

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે બોર્ડ ઓફ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેઓ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સાથે ટેક્નીકલી સલાહકાર તરીકે કામ કરતાં રહેશે. આ માહિતી કંપનીએ શુક્રવારે રાતે આપી છે. આ પ્રમાણે દુનિયાના બીજા સૌથી અમીર બિલ ગેટ્સ હવે વૈશ્વિક સ્તર પર સામાજિક કામ કરવા માંગે છે. તેઓ સ્વાસ્થય, શિક્ષણ અને જળવાયુ પરિવર્તન પર કામ કરશે.
રાજીનામા પછી ગેટ્સે કહ્યું, માઈક્રોસોફ્ટ હંમેશા મારા જીવનનો મહત્વનો હિસ્સો રહ્યો છે. મને બંને કંપનીઓ પર ગર્વ છે. આગળના પડકારો માટે હું સકારાત્મક રીતે તૈયાર છું.

ગેટ્સ 2014થી માઈક્રોસોફ્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટર
ગેટ્સે 1975માં પોલ એલન સાથે મળીને આ કંપની બનાવી હતી. તેઓ વર્ષ 2000 સુધી કંપનીના સીઈઓ રહ્યા હતા. 2008માં તેમણે જનકલ્યાણ માટે સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમણે 2018માં સંસ્થાને અંદાજે રૂ. 355 કરોડ દાન કર્યા હતા. ગેટ્સે 2014થી માઈક્રોસોફ્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના પદ પર કાર્યરત છે.

ગેટ્સ સાથે આગળ પણ કામ કરવા ઈચ્છીશ: નડેલા
નડેલાએ કહ્યું, બિલ ગેટ્સની સાથે કામ કરવું ગૌરવની વાત છે. તેમણે સોફ્ટવેર દ્વારા લોકોને સુવિધા આપવાના હેતુથી કંપનીની સ્થાપના કરી છે. માઈક્રોસોફ્ટ આ જ લક્ષ્ય સાથે કામ કરે છે. ગેટ્સની સલાહનો ફાયદો આગામી સમયમાં પણ કંપની લેશે. હું બિલની મિત્રતા માટે આભારી છું અને આગામી સમયમાં પણ લોકોની ભલાઈ માટે તેમની સાથે કામ કરવા ઈચ્છીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો